Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

માંગરોળ પંથકમાં વરસાદથી જળબંબાકાર : બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા પરેશાની

બહારકોટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે લોકોના ઘરો અને દુકાનમાં વરસાદી પાણી ઘુસ્યા

જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજા મહેરબાન થયા હોય તેમ ગતરાત્રીથી જ અનરાઘાર હેત વરસાવી રહયા છે. જેમાં માંગરોળમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. માંગરોળના બહારકોટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે લોકોના ઘરો અને દુકાનમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે માંગરોળ નગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.

માંગરોળ તેમજ આસપાસના પંથકમાં વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી-નાળા વોકળાઓ પાણીથી છલકાયા છે. માંગરોળની બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે.

(12:53 am IST)