Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

જસદણના ગોંડલાધાર અને શિવરાજપુર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આગમન

રાજકોટ:આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત છેલ્લા વીસ વર્ષના વિકાસને દર્શાવતી વંદે ગુજરાત વિકાસયાત્રાનો ગઈકાલથી પ્રારંભ થઇ ચૂક્યો છે. જે સંદર્ભે રાજકોટ જિલ્લા જસદણ તાલુકાના ગોંડલાધાર અને શિવરાજપુર ગામમાં આવતીકાલે ૭ જુલાઈના રોજ વિકાસ રથનું આગમન થશે.

   ગોંડલાધારની પ્રાથમિક શાળા ખાતે બપોરના સાડા બાર વાગ્યે વંદે ગુજરાત વિકાસ રથનું આગમન થશે. રથના આગમન સાથે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં પી.એમ.જે.એ.વાય અને બાળકો-વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે કોવીડ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાતં ગોંડલાઘાર ગામમાં રૂપિયા ૨.૮૫ લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્ત અને ૪ લાખના ખર્ચે તૈયાર થયેલાં બે પેવર બ્લોકનું લોકાર્પણ કરવામાં આવશે. 

  વિકાસની યાત્રા આગળ ધપતાં આ વિકાસ રથ ગોંડલાધાર ખાતેથી સાંજના ૪.૩૦ કલાકે શિવરાજપુરની પ્રાથમિક શાળાએ પહોંચશે. શિવરાજપુર ગામે પણ ૨૦ વર્ષના વિકાસની જાણકારી આપી પટેલનગર અને સત્યજીત નગરમાં ૬ લાખના ખર્ચે થયેલાં પેવર બ્લોકના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમના સ્થળ પર વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે.

(1:00 am IST)