Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કુટુંબ પ્રબોધન અંતર્ગત “નવદંપતી સંવાદ: કાર્યક્રમ યોજાયો.

તાજેતરમાં પ્રભુતામાં પગલા માંડનાર ૮૧ યુગલો નવદંપતી સંવાદમાં જોડાયા

મોરબી :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન અંતર્ગત ‘નવદંપતિ સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આદર્શ સમાજના નિર્માણ માટે આદર્શ પરિવારએ પાયો છે ત્યારે તાજેતરમાં પ્રભુતામાં પગલા માંડનાર ૮૧ યુગલો નવદંપતી સંવાદમાં જોડાયા હતા

ઉપસ્થિત નવદંપતિઓને રાષ્ટીય સ્વયંસેવક સંઘ રાજકોટ વિભાગ કાર્યવાહ  ચંદ્રકાંતભાઈ ઘેંટિયાએ જીવનસાથી પ્રત્યે પ્રેમ અને મૈત્રી પૂર્ણ વ્યવહાર કરવો જોઈએ જીવનમાં વ્યવહાર કુશળતા લાવવી જોઈએ, કુટુંબ સંયુક્ત રહે તે બાબતને અગ્રતા આપવા જણાવ્યું હતું
સુનિલભાઈ પરમારે જણાવ્યું હતું કે લગ્ન જીવનમાં અનેક પડકારો અને મુશ્કેલીઓ આવતી હોય છે તેને શાંતિપૂર્ણ અને કુનેહથી હલ કરી શકાય અને તે માટે દંપતિઓએ એકમેક ને સહયોગ આપવો જોઈએ. લગ્નજીવન એકમેકના સાથ સહકાર અને સમજણ થી આદર્શ બને તે માટે પ્રયત્ન કરવો જોઈએ.
કાર્યક્રમ દરમ્યાન ઉત્સાહપૂર્વક વાતાવરણમાં કવિઝ અને રમતનું આયોજન કરવામાં આવ્યું હતું  મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(10:14 am IST)