Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

માળીયા: લેમિનેટની ફેકટરીએ પાઇપલાઈનને નુકશાન કરી પાણી ચોરી કરી

રોહિશાળા નજીક આવેલ શાઇન માઇકા કંપનીના માલિકે ગેરકાયદેસર પાણીનું કનેક્શન લગાડીને પાણી ચોરી કરી પાઈપલાઈનને નુકશાન કયું હોવાની ફરિયાદ

મોરબી : માળીયામાં રોહિશાળા નજીક આવેલ શાઇન માઇકા કંપનીના માલિકે ગેરકાયદેસર પાણીનું કનેક્શન લગાડીને પાણી ચોરી કરી પાઈપલાઈનને નુકશાન કયું હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાવી છે
 જેમાં ફરિયાદી પરસોતમભાઇ દુદાભાઇ વાછાણીએ જણાવ્યું હતું કે, શાંતીલાલ વીરપરાએ પોતાની રોહીશાળા સી સર્વે નં.૧૨૧ પેકી-૨ મા આવેલ શાઇન માઇકા લેમીનેટ પ્રા.લી.કંપનીવાળાએ જી.ડબલ્યુ.આઇ.એલ.ની એન.સી.૩૧ પાઇપ લાઇનમાથી કંપનીમા પાણી લઇ જવા માટે ૪૦ મી.મી.વ્યાસ વાળી પાઇપથી કનેકશન આપી પોતાની કંપનીના ઉપયોગ માટે તેમજ પોતાની કંપનીના માણસોના ઉપયોગ કરવાના હેતુ થી પાણી લઇ તેમજ પાણીનો પુરવઠામા ઘટાડો થવાનુ જાણતા હોવા છતાં પાણીનો બગાડ કરી તેમજ પાઇપ લાઇનને નુકશાન કર્યું છે.આ મુદ્દે માળીયા પોલીસે ઇ.પી.કો.કલમ-૪૩૦ તથા ગુજરાત ઘર વપરાશી પાણી પુરવઠા અધિનિયમ-૨૦૧૯ કલમ.૧૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:29 am IST)