Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

માળીયા: ચાના પૈસા આપવા જેવી નજીવી બાબતે બે પક્ષો બાખડ્યા : સામસામી ફરિયાદ દાખલ

પાસળીમા ફ્રેક્ચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

માળીયામાં ચાના પૈસા આપવા જેવી નજીવી બાબતે છરી અને ધારિયાથી બે પક્ષો બાખડ્યા હતા.આ અંગે બને પક્ષોએ માળીયા પોલીસમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
પ્રથમ ફરિયાદમાં માળીયા ગામે ચાની હોટલ ધરાવતા રીયાઝભાઇ અલ્યાસભાઇ સખાયાએ નિજામભાઈ જાનમામદભાઈ સામતાણી તથા સમીર જાનમામદભાઈ સામતાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તે બન્ને ચા પીવા આવ્યા હતા અને ચા પીધા બાદ તેમના ભાઈ મહેબુબભાઇએ  ચા ના પૈસા માંગતા સામતાણી બ્રધર્સ રોષે ભરાયા હતા અને મહેબુબભાઇને ગાળો ભાંડી હતી. જેથી મહેબુબભાઇએ ગાળો બોલવાની ના પાડતા નિજામભાઈએ મહેબુબભાઇને છરી નો એક ઘા ડાબા પડખામા મારી ઇજા કરી હતી. તેમજ રીયાઝભાઇ ને માથા મા છરી નો એક ઘા મારી ઇજા કરીને સમીરે લોખડ ના સળીયા વતી મહેબુબને મારમારી પાસળીમા ફ્રેક્ચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જયારે સામાપક્ષે બીજી ફરિયાદમાં નિજામભાઈ જાનમામદભાઈ સામતાણીએ રિયાઝભાઈ અલ્યાસભાઈ સખાયા તથા મહેબુબભાઈ અલ્યાસભાઈ સખાયા વિરુદ્ધ માળીયા પોલીસમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેમણે હોટલે ચા પીધા બાદ મહેબુબભાઈએ પૈસા માગતા નિજામભાઈએ પોતાની પાસે પૈસા નહી હોવાનુ જણાવતા મહેબુબભાઈએ  જેમ ફાવે તેમ ગાળો બોલી લુખ્ખાઓ ચા પીવા પૈસા વગર આવી જાવ છો તેમ કહેતા નિજામભાઈ રોષે ભરાયા હતા અને છરી કાઢી મહેબૂબભાઈને મારી દેતા રિયાઝભાઈ હોટલમાથી ધારીયુ લઇ આવીને નિજામભાઈના માથામા ધારીયાના ઘા મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી.આ બન્ને ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    

 

(10:47 am IST)