Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ધ્રાંગધ્રામાં લમ્‍પી વાયરસથી પશુઓના મોત : તંત્રની ઘોર બેદરકારી

વઢવાણ,તા. ૭ : તાલુકાના કોંઢ તથા આજુબાજુના વિસ્‍તારમાં લમ્‍પી નામનો વાયરસ કારણે એક દિવસમાં છ થી સાત પશુના મૃત્‍યુ થાય છે લમ્‍પી વાયરસથી કોંઢ ગામના ૫૦% જેવા પશુ આ વાયરસની અસર છે પશુની સારવાર માટે કોંઢ પશુ દવાખાનુ છે બંધ હાલતમાં  હોવાથી ગંભીર વાયરસના કારણે અનેક પશુઓના મોત થાય છે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલાં લેવામાં નથી આવ્‍યા અને જે પશુઓની એમ્‍બ્‍યુલન્‍સને ફોન કરવામાં આવે તો એમ જણાવે છે કે કોંઢ ગામની અંદર એમ્‍બ્‍યુલન્‍સ ફાળવવામાં નથી આવી પશુ દવાખાનું બંધ હોવા છતાં પણ સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર તેમજ પશુ આરોગ્‍યની ટીમો ત્‍યાં પહોંચી હોવાનું જણાવી રહ્યા છે ત્‍યારે ગ્રામજનોએ છેલ્લા કેટલાક સમયથી પશુઓનું દવાખાનું બંધ હોવાનું જણાવ્‍યું અને વિડિયો અને ફોટા સાથે કલેકટરને આપવામાં આવ્‍યું હતું.

(11:02 am IST)