Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

દુષ્કર્મ તથા અપહરણ નાં ગુન્હા નાં આરોપીઓને પકડી પાડતી ગારીયાધાર પોલીસ

ગારીયાધાર પોલીસ સ્ટેશનમા ’’એ’’ પાર્ટ ૧૧૧૯૮૦૧૯૨૨૦૩૨૪/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૧૧૪ તથા પોક્સો એક્ટ કલમ ૧૨,૧૭ મુજબ ની ફરીયાદ તા.૨૨/૦૬/ ૨૦૨૨ કલાક ૧૭/૦૦ વાગ્યે જાહેર થયેલ, જે હકીકત માં ભોગબનનાર/ફરીયાદી એ જાહેર કરેલ કે આ કામનાં આરોપીઓ જેમાં આરોપી સંજયભાઇ સોમાભાઇ પરમાર/કોળી( રહે- સરખડીયા તા.સાવરકુંડલા જી.અમરેલીવાળા )એ ફરીયાદી/ભોગ બનનાર સાથે મરજી વિરૂધ્ધ બળજબરીથી બળાત્કાર કરી, શરીરસંબંધ બાંધી તેમજ આરોપી કાન્તીભાઇ રૂડાભાઇ પરમાર/કોળી રહે-સનાળા તા.જેસર વાળાએ ભોગ બનનાર સાથે શરીરસંબંધ બાંધવાની માંગણી કરી બન્ને આરોપીઓએ ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કરી નાસી ગયેલ હોય, વિ.મતલબે ઉપરોકત ગુન્હો રજી.થયેલ હોય.
આ કામે ઉપરી અધિકારીઓની સુચના મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.વી.ધ્રાંગુ  તથા પોલીસ સ્ટાફનાં માણસો આ કામનાં આરોપીઓની તપાસમાં હતા, દરમ્યાન ચોક્કસ બાતમી આધારે હકીકત મળેલ કે આ કામનાં આરોપીઓ  ગારીયાધાર ગ્રામ્ય વિસ્તાર, સીમમાં માં અલગ અલગ જગ્યાએ છુપાયેલ હોય, જેથી આરોપી સંજયભાઇ સોમાભાઇ પરમાર/કોળી રહે-સરખડીયા તા.સાવરકુંડલા જી.અમરેલી વાળાને ગઇકાલ તા.૦૫/૦૭/૨૦૨૨ નાં રોજ સુરનિવાસ ચોકડી નજીકથી તથા આરોપી કાન્તીભાઇ રૂડાભાઇ પરમાર/કોળી (રહે-સનાળા તા.જેસર વાળા) ને  અખતરીયા ચોકડી નજીકથી પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરેલ અને આ કામની તપાસ IUCAW યુનિટ ભાવનગરનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર.બેરા ચલાવી રહ્યા છે. જેઓએ આરોપીઓને ગુન્હાનાં કામે ધોરણસર અટક કરેલ છે

(11:19 am IST)