Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સવારે કલ્‍યાણપુર-જુનાગઢ-ખંભાળીયામાં ઝાપટા સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અનેક વિસ્‍તારોમાં મેઘાનો ભારે ડોળ

નખત્રાણા-૩, ભૂજ, હળવદ-સવા બે, કલ્‍યાણપુર-૧ાાા, મહુવા-ર, કેશોદ-૧ાા, ટંકારા, જાફરાબાદ, મુંદરા, વાંકાનેર-ચુડામાં ૧ ઇંચ

રાજકોટ તા. ૭ :.. સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘો જામી ગયો હોય તેમ સર્વત્ર ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્‍યારે આજે સવારે ૬ થી ૮ માં કલ્‍યાણપુર-૧૦, ખંભાળીયામાં પાંચ મી. મી., વરસાદ નોંધાયો  છે. અને જુનાગઢમાં પણ ઝરમર વરસાદ વરસ્‍યો છે. જો કે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અનેક વિસ્‍તારોમાં મેઘાનો ભારે ડોળ હોઇ ગમે ત્‍યારે વરસાદ તુટી પડવાની સંભાવના છે.
જયારે છેલ્લા ર૪ કલાકમાં નખત્રાણા-૩, ભૂજ-હળવદમાં સવા બે, કલ્‍યાણપુર- પોણા બે, મહુવા-બે, કેશોદ-દોઢ, ટંકારા, જાફરાબાદ, મુંદરા, વાંકાનેર, ચુડામાં ૧ ઇંચ પાણી પડી ગયું છે. જે સવાર સુધીનાં આંકડા નીચે મુજબ છે.
અમરેલી
અમરેલી    ૫    મીમી
ખાંભા    ૬    ''
જાફરાબાદ    ૨૪    ''
બગસરા    ૮    ''
રાજુલા    ૪    ''
લાઠી    ૧૪    ''
લીલીયા    ૧૬    ''
કચ્‍છ
અંજાર    ૧    મીમી.
ગાંધીધામ    ૬    ''
નખત્રાણા    ૭૯    ''
ભચાઉ    ૪    ''
ભૂજ    ૫૪    ''
મુંદ્રા    ૨૮    ''
માંડવી    ૧૩    ''
રાપર    ૧૦    ''
લખપત    ૧૦    ''
બોટાદ જિલ્લો
બરવાળા    ૪    મીમી
બોટાદ    ૩    ''
રાણપુર    ૬    ''
દેવભૂમિ દ્વારકા
કલ્‍યાણપુર    ૪૬    મીમી
દ્વારકા    ૧૯    ''
ભાણવડ    ૩    ''
ખંભાળીયા    ૫    ''
સોરઠ
કેશોદ    ૩૮    મીમી
જૂનાગઢ    ૧૬    ''
ભેંસાણ    ૨    ''
મેંદરડા    ૧૫    ''
માંગરોળ    ૧૧૮    ''
માણાવદર    ૪૨    ''
માળીયા હા.    ૫૬    ''
વંથલી    ૭    ''
મોરબી જીલ્લો
ટંકારા    ૨૪    મીમી
મોરબી    ૪    ''
વાંકાનેર    ૨૭    ''
હળવદ    ૫૭    ''
ઝાલાવાડ
ચુડા    ૨૦    મીમી
ચોટીલા    ૧૫    ''
થાન    ૧૫    ''
પાટડી    ૪    ''
ધ્રાંગધ્રા    ૫    ''
લખતર    ૧    ''
લીંબડી    ૫    ''
સાયલા    ૩    ''
ગોહિલવાડ
ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્‍ચે માત્ર મહુવામાં બે ઇંચ વરસાદ પડયો છે. જ્‍યારે ભાવનગર શહેરમાં અને જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં ઝરમર ઝરમર અને હળવા ભારે ઝાપટા વરસ્‍યા છે.
આજે સવારના ૬ વાગ્‍યે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગરના વલ્લભીપુરમાં ૬ મી.મી., ભાવનગરમાં શહેરમાં ૬ મી.મી., તળાજામાં ૯ મી.મી., પાલીતાણા ૭ મી.મી., મહુવામાં ૫૬ મીમી., શિહોરમાં ૬ મી.મી., ઉમરાળામાં ૩ મી.મી., અને ઘોઘામાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે.

 

(11:59 am IST)