Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કેશોદ અને બગસરામાં જુગાર રમતા ૧પ પકડાયા

જુનાગઢ તા.૭ :  કેશોદ અને બગસરામાં જુગાર રમતા ૧પ શખ્‍સોને રૂા.૩૧ હજારની વધુના મુદામાલ સાથે પકડી પાડયા હતા. જો કે ત્રણ જુગારી નાસી જવામાં સફળ રહયા હતાં.

કેશોદના પીપળીધાર વિસ્‍તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા સ્‍થાનિક પોલીસે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં પોલીસે મુળાભાઇ રાવલીયા, પંકજભાઇ રાવલીયા, પંકજભાઇ અશોકભાઇ રાવલીયા, સકરાભાઇ વીરા, કરણ અરજણ, દિનેશ રાઘવ વણપરીયા અને કેતન પ્રવિણભાઇ રાવલીયાને રૂા.૧૦પ૭૦ની રોકડ સાથે ઝડપી પાડયા હતા.

આ ઉપરાંત શીલ પોલીસે બગસરા ગામના વાડી વિસતારમાં જાહેરમાં રમાતો જુગાર પકડી પાડયો હતો.

અહિંથી પોલીસે ભાવેશ લીલાભાઇ ટીંબા, રામ કેશવ દેવશી ઉર્ફે દિપક નારણ ચાંડેરા સહિત ૮ જણાની રૂા.ર૧૩૭૦ની રોકડ સાથે જુગાર રમવા  સબબ ધરપકડ કરી હતી.

જયારે મેરામણ હરદાસ ટીંબા, ભરત વિક્રમભાઇ ટીંબા અને બગસરાનો અરભમ જખરા ટીંબા નાસી જતાં શીલના જમાદાર જે.બી.સિંધવે તપાસ હાથ ધરી છે.

(2:55 pm IST)