Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વિરપુરમાં વૃક્ષોના રોપાઓનું નિઃશુલ્‍ક વિતરણ

વીરપુર (જલારામ) : સૌરાષ્‍ટ્રના જગવિખ્‍યાત યાત્રાધામ વીરપુર જલીયાણધામને હરિયાળું બનાવવા માટે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમળત મહોત્‍સવ અંતર્ગત  ગાયત્રી મુક્‍તિધામ સેવા સમિતિ ટ્રસ્‍ટ તેમજ ગાયત્રી મહિલા મંડળ તથા સ્‍વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળ દ્વારા વીરપુરમાં આવેલ શ્રી ગાયત્રી મંદિર ખાતે વળક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ગાયત્રી મુક્‍તિધામ સેવા સમિતિ ટ્રસ્‍ટ દ્વારા આયુર્વેદિક ઔષધીઓના રોપાઓ તેમજ વાતાવરણને શુધ્‍ધ કરતા વળક્ષોના બે હજાર જેટલા વળક્ષોના રોપાઓનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું હતું. ગાયત્રી મુક્‍તિધામ સેવા સમિતિના પ્રમુખ અનિલભાઈ વઘાસીયા દ્વારા આખા વીરપુર ગામમાં જાહેરાત કરીને લોકોને તેમજ ખેડૂતોને વળક્ષોના રોપાઓ લઈ જઈ પોતાના ખેતરમાં કે ઘર આંગણે વળક્ષો વાવવા અનુરોધ કરાયો હતો સાથે ગુરૂકુળના સ્‍વામી વિશ્વવિહારી દાસજીએ માનવ જીવનમાં વળક્ષોના ઉપયોગ વિશે લોકોને માહિતી આપી હતી કાર્યક્રમમાં વીરપુર ગામના સરપંચ રમેશભાઈ સરવૈયા તેમજ જેતપુર તાલુકા પંચાયતના દંડક રાજુભાઇ બારૈયા તથા વીરપુર વેપારી અગ્રણી રમેશભાઈ ગઢિયા સહિત ગાયત્રી મહિલા મંડળની મહિલાઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી મુક્‍તિ ધામ સેવા સમિતિના સેવકોએ જહેમત ઉઠાવી હતી. (તસવીર-અહેવાલઃ - કિશન મોરબીયા, વીરપુર) 

(12:02 pm IST)