Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ઉપલેટાની બીઆરએસ કોલેજ ડુમિયાણીની મુલાકાતે વિશ્વ ઉમીયા ફાઉન્‍ડેશનના પ્રમુખ કે.ડી.પટેલ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૬: દેશવિદેશમાં વસતા કડવા પાટીદાર સમાજના ટોચના લોકપ્રિય આગેવાન અને વિશ્વ ઉમીયા ફાઉન્‍ડેશનના પ્રમુખ કે.ડી.પટેલ પુર્વે સાંસદ બળવંતભાઇ મતવરની સૌરાષ્‍ટ્રની શૈક્ષણીક સંસ્‍થા બી.આર.એસ. કોલેજની શુભેચ્‍છા મુલાકાતે પધારતા. સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી બળવંતભાઇ મણવર, ટ્રસ્‍ટી સવિતાબેન મણવર, ડો. ઉર્વશીબેન પટેલ, ડો. સંજયભાઇ ખાનપરા સહીતનાઓએ સ્‍વાગત કરેલ હતું.

આ તકે યોજાયેલ એક કાર્યક્રમમાં આ સંસ્‍થાની જુદી જુદી શાળા કોલેજના વિદ્યાર્થી ભાઇ-બહેનો, પ્રિન્‍સીપાલો, પ્રોફેસરો, પ્રાધ્‍યાપકો, શિક્ષકો સ્‍ટાફ સહીતની વિશાળ હાજરીને સંબોધતા કે.ડી.પટેલે જણાવેલકે વિશ્વના દેશોમાં ભારતના ડોકટરો એન્‍જીનીયરો આઇટી સહીતના વિદ્યાર્થીઓ યુવાનોની ખુબજ માંગ છે ત્‍યારે આજની સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં કેવી રીતે સરળતા પ્રાપ્ત કરવી સહીતની બાબતે માર્ગદર્શન આપેલ તેમજ સંસ્‍થાની શાળા કોલેજના વિદ્યાર્થીઓને રહેવા જમવા અભ્‍યાસ સહીત રમવા માટે મેદાન સહીતની જરૂરી અને આધુનીક સગવડો અને ખાસતો શિસ્‍ત જોઇ પ્રભાવીત થયા હતા, આ પ્રસંગે વિશ્વ ઉમીયા ફાઉન્‍ડેશનના ઉપપ્રમુખ ડી.એન.ગોલ પ્રમુખ મગનભાઇ જાવીયા, પ્રો. અનિરૂધ્‍ધસિંહ વાઘેલા, ગોપાલભાઇ ઝાલાવડીયા, મનીષભાઇ ચાંગેલા, રશ્‍મીન મણવર સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કે.આર.ભરાડ દ્વારા કરવામાં આવેલ હતું.

(12:13 pm IST)