Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

દ્વારકામાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો

ખંભાળિયા તા.૭ :   દેવભુમી દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવના રર જેટલા નવા કેસ ચોથી લહેરમાં નોંધાયા પછી હવે દર્દીઓ સાજા થઇ રહયા છે. ત્‍યારે દ્વારકામાં હજુ આ પોઝીટીવનો પ્રવાહ ચાલુ હોય તેમ ગઇકાલે દ્વારકામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે.

જો કે સતત કેસો નીકળતા આરોગ્‍ય તંત્રએ ટેસ્‍ટીંગનું પ્રમાણ વધાર્યુ છે. ગઇકાલે ખંભાળિયામાં ૧૮૯, દ્વારકામાં ૧૦૦, ભાણવડમાં ૧૩૪ તથા કલ્‍યાણપુરમાં ૭૪ થઇને પ૬૭ ટેસ્‍ટીંગ થયા હતા. જેમાં દ્વારકામાં જ એક પોઝીટીવ કેસ નીકળ્‍યો હતો.

(1:19 pm IST)