Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રિલાયન્‍સ રિટેલની ગેપ ઇન્‍ક. સાથે ભાગીદારી

અમેરિકન બ્રાન્‍ડ ભારતમાં આવશેઃ નવીનતમ પ્રોડકટ રજુ કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૭ : દેશના સૌથી મોટા રિટેલર રિલાયન્‍સ રિટેલ લિમિટેડે આઇકોનિક અમેરિકન ફેશન બ્રાન્‍ડ ગેપને ભારતમાં લાવવા માટે ગેપ ઇન્‍ક. સાથે લાંબાગાળાની ભાગીદારી કરી છે. લાંબાગાળાના ફ્રેન્‍ચાઇઝી કરાર દ્વારા રિલાયન્‍સ રિટેલ ભારતમાં તમામ ચેનલોમાં ગેપ માટે સત્તાવાર રિટેલર બની ગયું છે. રિલાયન્‍સ રિટેલ એક્‍સક્‍લુઝીવ બ્રાન્‍ડ સ્‍ટોર્સ, મલ્‍ટી-બ્રાન્‍ડ સ્‍ટોર એક્‍સપ્રેશન્‍સ અને ડિજિટલ કોમર્સ પ્‍લેટફોર્મના સમન્‍વય દ્વારા ભારતીય ગ્રાહકો માટે ગેપની નવીનતમ ફેશન ઓફરિંગ્‍સ રજૂ કરશે. તેમ જણાવાયું છે.

આ ભાગીદારીનો ઉદ્દેશ્‍ય અગ્રણી કેઝ્‍યુઅલ લાઇફસ્‍ટાઇલ બ્રાન્‍ડ તરીકે ગેપની પ્રતિષ્ઠાનો લાભ લેવાનો છે અને રિલાયન્‍સ રિટેલની મજબૂત ઓમ્‍ની-ચેનલ રિટેલ નેટવર્કના સંચાલનમાં અને સ્‍થાનિક ઉત્‍પાદન તથા સોર્સિંગ કાર્યક્ષમતાઓને વધુ સારી બનાવવામાં સક્ષમતા સ્‍થાપિત કરવાનો છે. સાન ફ્રાન્‍સિસ્‍કોમાં ૧૯૬૯માં સ્‍થપાયેલી ગેપ ડેનિમ ઉત્‍પાદનો આધારીત તેના વૈભવી વારસાને વધુ ઉજાગર કરવાનું નિરંતર જારી રાખી રહ્યું છે અને કંપની સંચાલિત ફ્રેન્‍ચાઇઝ રિટેલ લોકેશન્‍સ પર અને ઓનલાઈન પદ્ધતિથી વૈશ્વિક સ્‍તરે ગ્રાહકો સાથે જોડાયેલું છે. માત્ર વસ્ત્રોનું વેચાણ કરવા કરતાં ગેપ મજબૂત વિઝન સાથે એક અલાયદી સંસ્‍કૃતિને આકાર આપે છે, વ્‍યક્‍તિઓ, પેઢીઓ અને સંસ્‍કૃતિઓ વચ્‍ચેના અંતરને દૂર કરીને અમેરિકન શૈલીની અનન્‍ય આમૂલ અને આશાવાદી ભાવનાને રજૂ કરે છે. રિલાયન્‍સ રિટેલ ભારતમાં ગ્રાહકો માટે ગેપનો શોપિંગ અનુભવ લાવે છે, જે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે બ્રાન્‍ડની યુવા, આશાવાદી ફેશન રજૂ કરે છે.

મહત્‍વના આંતરરાષ્ટ્રીય બજારોમાં ગેપના બિઝનેસને આગળ વધારવા માટે અમે પ્રતિબદ્ધ છીએ, તેમ ગેપ ઇન્‍ક.ના ઇન્‍ટરનેશનલ, ગ્‍લોબલ લાયસન્‍સિંગ અને હોલસેલના મેનેજિંગ ડિરેક્‍ટર એડ્રિને ગેર્નાન્‍ડે જણાવ્‍યું હતું. ઙ્કભારતમાં રિલાયન્‍સ રિટેલ જેવા પ્રાદેશિક નિષ્‍ણાતો સાથે ભાગીદારી અમારા ભાગીદારી-આધારિત મોડલ થકી અમારા બિઝનેસ પોર્ટફોલિયોમાં વૈવિધ્‍યીકરણ કરવાનું ચાલુ રાખીને અમે વિશ્વભરના ગ્રાહકો સમક્ષ અમારી રિલેવન્‍ટ, પર્પઝ-ડ્રીવન બ્રાન્‍ડને પહોંચાડવાની અનુકૂળતા કરી આપતા હોવાનું જણાવેલ.

(2:53 pm IST)