Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

પોરબંદરમાં જન્‍માષ્‍ટમીની લોકમેળાની મંજુરી પહેલા કોરોનાના વધતા કેસ અને બેફામ મોંઘવારી સહિત પાસાઓનો વિચાર જરૂરી

કોરોના સંકટ હળવુ થયું છે પરંતુ જાહેરમાં માસ્‍ક પહેરવા સહિત સાવચેતી રાખવી જોઇએઃ કાયદો વ્‍યવસ્‍થાઓની અમલવારીમાં માનવતાનો મુદ્દો ધ્‍યાને લેવા તંત્રને સુચનો

(હેમેન્‍દ્રકુમાર પારેખ) પોરબંદર, તા., ૭: ઇ.સ. ર૦ર૦-ર૧-રરનું વરસ કોરોના સંક્રમણનું રહેલ છે. પ્રારંભના દિવસોમાં કોરોનાએ દેખા દીધી ત્‍યારથી આજ દિન સુધી કોરોના ફફડાટ લોકમાનસ અને સરકારના માનસમાંથી ગયેલ નથી. દિન પ્રતિદિન કોરોના ફફડાટ વધતો જાય છે.

કોરોના સંક્રમીત અને કોરોના દર્દને ભેટેલ વ્‍યકિત અને તેના પરીવારને માનસીકતાની અસર થતાં જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત કરી નાખેલ તેમાં પરીવારની કમાનાર વ્‍યકિત જેની પર સમગ્ર કુટુંબના ભરણ પોષણનો આધાર રહેલ અને તે વ્‍યકિત કોરોના સંક્રમીત થાય આઇસોલેશનમાં સારવારમાં દાખલ કરાય સરકારી હોસ્‍પીલમાં વિનામુલ્‍યે મળતી સેવા સારવાર સંક્રમીત વ્‍યકિતને આપવામાં આ  ઉપરાંત ગભરાટ ભયમાં અને માનસીકતાની અસર નીચે આવી ગયેલ પરીવારના સભ્‍યો કોરોના ગભરાટમાં ખાનગી ધંધાદારી હોસ્‍પીટલે સારવારમાં દાખલ કરી  ગજા ઉપરાંતનો સારવાર ખર્ચના તગડા બિલ ચુકવવા પડયા હોય અને હાલ પણ ભરતા રહે છે.

કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેર આકરી કસોટી રૂપ સાબીત થઇ તેમાંથી પરીવાર બહાર આવ્‍યો નથી. ત્‍યાં ત્રીજી લહેર હળવી શરૂ થઇ ધીમે ધીમે ત્રીજી લહેર આક્રમક જીવલેણ બનતી હોવાનો ઇશારો છે.

હાલ કોરોના સંક્રમીત બનેલ વ્‍યકિત સરકારી હોસ્‍પીટલમાં તેમજ ખાનગી હોસ્‍પીટલમાંૅ દાખલ થવા લાગી છે.  સરકારી હોસ્‍પીટલના આંકડા પ્રમાણે દાખલ દર્દી તથા કોરોના સંક્રમીત આયસોલેશન સારવારમાં દાખલ કરેલ વ્‍યકિત કુલ ૯ -પાંચ આઇસોલેશનમાં છે અને  પ્રમાણ વધતુ જાય છે.

શીતળા સાતમ જન્‍માષ્‍ટમી લોકમેળો યોજવા માટે પોરબંદર નગર પાલીકા દ્વારા આયોજન કરવાનો નગર પાલીકાની જનરલ બોડીએ ઠરાવ કરેલ છે. છેલ્લા બે વરસથી કોરોના સંક્રમીતના કારણે લોકમેળો શીતળા સાતમ-જન્‍માષ્‍ટમી મેળો યોજાયેલ નહી. કોરોના હળવી રાહત આપી છે તેનો સંદર્ભે વિક્રમ સવંત ર૦૭૮ શ્રાવણ વદ ૭ થી તા.૧૮ ઓગષ્‍ટ ર૦રર પાંચ દિવસના કલોમેળાનું આયોજનક કરવા નગર પાલીકા જનરલ મિટીંગ ઠરાવ કરવામાં આવેલ છે. તે દિશામાં કામગીરીનો પ્રારંભ હાથ ધરાયેલ છે. બે વરસથી નગર પાલીકાની તીજોરી લોકમેળાની આવકથી ખાલી હતી. આ લોકમેળો તા.૧૮ મી ઓગષ્‍ટથી તા.રર ઓગષ્‍ટ ર૦રર સુધી યોજાશે. સૌરાષ્‍ટ્ર બીજા ક્રમે પોરબંદરનો લોકમેળો વખણાય છે. જેથી ગુજરાત મહારાષ્‍ટ્ર સરહદના રાજસ્‍થાન રાજયમાં વિસ્‍તારમાંથી લોકો લોકમેળો માણવા આવે છે. સારો એવો ઘસારો રહેશે તેવું અનુમાન છે. તેમજ અન્‍ય આંતરરાષ્‍ટ્રીય પ્રવાસી લોકમેળાનો આનંદ લ્‍યે. ખુશી થાય છે. આપણી સંસ્‍કૃતિની ઉજવળતા છે. જયારે મહત્‍વપુર્ણ કોરોના સંક્રમણ વ્‍યાપ વધતો જાય છે. દિન પ્રતિદિન નવા કેસો બહાર આવતા જાય છે. પોરબંદરમાં તેનો પગ પેસારો થઇ ચુકયો છે.

કોરોના સંક્રમીત બનેલ અસરમાં આવેલ હોસ્‍પીટલ દાખલ થઇ અથવા ઘર આંગણે સારવાર લઇ રહયા. હોસ્‍પીટલ આઇસોલેશનમાં પણ દર્દી દાખલ છે તો કેટલાક દર્દી ઘરઆંગણે આઇસોલેશનમાં દાખલ છે. જાપાનીસ એન્‍જીનીયર ઉપરાંત બિહારના શ્રમીકો કોરોના સંક્રમીત થતા ખાનગી સરકારે હોસ્‍પીટલમાં સારવાર લેવી પડી. તાવ, શરદી, ઉઘરસ, મેલેરીયા, ડેંગ્‍યુ જેવા રોગચાળા સામે પણ જાગૃત આરોગ્‍ય વિભાગે તેમજ સરકારી વિભાગે રાખવી પડશ. તાવ-શરદીના સામાન્‍ય કેસો ખાનગી દવાખાને સરકારી હોસ્‍પીટલ, ડીસ્‍પેન્‍સરી દવા વિગેરે પ્રારંભીક સારવાર મેળવી રહયા છે. સરકારી હોસ્‍પીટલ આશરે ૧પ૦ થી ર૦૦ જેટલા દર્દીઓ તાવ-શરદી-ઉધરસના આઉટ ડોર દર્દી તરીકે સારવાર લઇ રહયા છે.

જીલ્લાના સ્‍થાનીક પ્રસન્ન અધિકારી જીલ્લા કલેકટરશ્રી મામલતદાર જીલ્લા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ જીલ્લા તાલુકા આરોગ્‍ય  અધિકારી પોરબંદર નગર પાલીકાની આરોગ્‍ય સેવા સંકળાયેલ હેલ્‍થ ઓફીસર ચીફ ઓફીસરે સજાગતા  દાખવી. શીતળા સાતમ જન્‍માષ્‍ટમીના લોકમેળાની મંજુરી આપતા આયોજનને આખી સ્‍વરૂપ આવતા દરેક પાસા વિચાર પડશે. ત્‍યાર બાદ મંજુરી આપી શકાય અને લોકમેળો સાકાર કરી શકાય.

મહત્‍વપુર્ણ  કામગીરી કાયદો વ્‍યવસ્‍થાની મેળા દરમ્‍યાન જાણવણી કરતી પોલીસ વડાની તેટલી જ જવાબદારી સમાયેલ છે. તેઓશ્રી લોકમેળા આયોજનની પરવાનગી આપતા ઉપરોકત બાબતે ઉંડાણપુર્વક વિચારવુ પડશે. રોગચાળો આગળ વધે ત્‍યારે મોટી જવાબદારી પોલીસની રહે છે. સરકાર હુકમ નિર્ણય જાહેર કરે. સ્‍થાનીક સરકારી અધિકારી સંકલન કરી નિર્ણય લ્‍યે તે નિર્ણય અમલ ચુસ્‍તપણે કરાવવા માટે અંતે જવાબદારી તો પોલીસને સોંપવામાં આવે જેથી જીલ્લા પોલીસ અધિકારી વિશેષ આકારણી મહત્‍વપુર્ણ આવી પડે છે. સરકારશ્રીના હકુમનું પાલન કરાવવાની નિભાવવા પોલીસના શીરે છે. જો પોલીસ કર્મી. અધિકારીનું સ્‍વાસ્‍થ્‍ય સારૂ રહે તો જ આ ક્રમણ સામે આરોગ્‍યને હાની કરતા ન બને તે રીતે ફરજ બજાવવાની રહેશે. પોલીસ કર્મી અધિકારીને પરીવાર છે કુટુંબ ભરણ પોષણ કરવાની જવાબદારી નિભાવવાની રહે છે.

પ્રતિ વરસની જેમ લોકેળાની  મંજુરી આપતા પહેલા નીયત રકમના સ્‍ટેમ્‍પ પેપર વાપરી કોરોકાગળ કોમ્‍યુટેરાઇઝડ જોડી શરતો લખી લોકમેળાની મંજુરી આપવી જયાં સુધી પાલીકા બોન્‍ડ લખી આપેલ નહી. ત્‍યાં સુધી મંજુરી અપાવી નહી સ્‍થાનીક જીલ્લા પોલીસ અધિકારીશ્રીએ નગર પાલીકા આયોજક વહીવટી જવાબદાર અધિકારીઓનું અલગ બોન્‍ડ લેવા વિનંતી  કરી છે. જેથી લોકમેળા દરમ્‍યાન કોઇ અપ્રિય ઘટના કાયદો વ્‍યવસથાને ખોરવતી બને તો તેની નુકશાની  સરકારશ્રીની નહી.  લોકમેળા આયોજક મંજુરી માંગનાર તથા આયોજન કરવા માટે નગર પાલીકા જનરલ બોર્ડના જે સભ્‍યશ્રીયાને નગર સેવકોએ મંજુરી ઠરાવમાં સહી કરેલ હોય તેવા સભ્‍યશ્રી સદસ્‍યશ્રી ગણી વ્‍યકિત સ્‍થાવર જંગમ મિલ્‍કતમાં વસુલી શકાય તે મુજબનું બોન્‍ડ લેવુ જરૂરી છે. ત્‍યાર બાદ મંજુરી આપવી જોઇએ તેવા સુચનો સામાજીક કાર્યકર દિલીપભાઇ મશરૂએ કર્યા છે.  

(1:22 pm IST)