Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ધોરાજીમાંથી દારૂ ભરેલી કાર ઝડપાઈઃ આરોપી ફરાર

દદારૂની ૯૬ બોટલ, કાર સહીત બે લાખનો મુદ્દામાલ જપ્‍ત

ધોરાજીઃ ધોરાજી ખાતે ગઇ રોજ રાત્રિના સમયે ધોરાજી પોલીસ વાહન ચેકિંગ તેમજ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ધોરાજીના જમનાવડ રોડ પરથી એક કાર પૂરપાટ ઝડપે આવી જેને રોકવા પોલીસે પ્રયાસ કરતા કારચાલક ફુલ સ્‍પીડે કારને આગળ હંકારી ગયેલ અને રસ્‍તામાં કાર રેડી છોડી નાસી ગયો હતો. પોલીસે તેનો પીછો કરી કારની તલાસી લેતા કારમાંથી ઇંગ્‍લિશ બનાવટનો દારૂ મળી આવ્‍યો હતો. કારમાંથી ૯૬ બોટલ દારૂ કિંમત અંદાજે ૪૮૦૦૦ ફીઆટ કંપનીની પૂંટો ગાડી કુલ મળી ૧,૯૮,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જ્‍યારે આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

ધોરાજી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરૂદ્ધસિંહ ગોહિલ દ્વારા નાસી ગયેલા આરોપીની શોધી કાઢવા ચક્રો ગતિમાન કરાયા છે.

(1:23 pm IST)