Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

જામકંડોરણામાં સવારથીજ હેત વરસાવતા મેધરાજા સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો ફોફળ ડેમમાં ધીંગી પાણીની આવક સપાટી ૨૦.૭૦ ફૂટે પહોંચી ---+--------જામકંડોરણાથી ગોંડલ રોડ પરનો ફોફળ નદીનો પૂલ ધોવાયો જામકંડોરણાથી ગોંડલનો વાહન વ્યવહાર બંધ

જામકંડોરણામા આજે સવારથીજ મેધરાજાએ પધરામણી કરી હતી સવારના ૮-૦૦ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો સવારના આઠ વાગ્યાથી દશ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે સાંજના ચાર વાગ્યા સુધીમાં એકજ દિવસમાં કુલ ૧૩૭ મી.મી(સાડા પાંચ ઇંચ) વરસાદ પડયો હતો આ વરસાદથી ખેતરોમાં રસ્તાઓ પર સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. આ સમગ્ર પંચકમાં સારા વરસાદના લીધે જામકંડોરણાની ઉતાવળી નદી,સારણ નદી તેમજ ફોફળ નદીમાં પૂર આવ્યા હતા લોકો પૂર જોવા ઉમટી પડ્યા હતા આ વરસાદના લીધે જામકંડોરણાના ફોફળ ડેમમાં નવ ફુટ નવા ધીંગી પાણીની આવક થતાં સપાટી હાલ ૨૦.૭૦ ફુટે પહોંચી છે.જામકંડોરણાથી ગોંડલ હાઇવે પર ફોફળ નદી પર ફૂલ આવેલ છે આ પૂલના બે ગાળા ગત વર્ષે ભારે વરસાદને લીધે ગત તા.૧૩-૯-૨૦૨૧ ના રોજ રાત્રે ધોવાઇ ગયા હતા જેના પરિણામે ગત વર્ષે તંત્ર દ્વવારા પંદર દિવસ સુધી આ પુલના ગાળાની જગ્યાએ માટીકામ કરી આ રસ્તો ટેમ્પરરી શરૂ કરેલ હતો દશ મહિના જેવો સમય વિતી જવા છતાં આ પૂલ માત્ર રીપેરીંગ કરી શરૂ કરવામાં આવેલ જે આજે ભારે વરસાદના લીધે ફરીથી ધોવાઇ જતા આ જામકંડોરણા થી ગોંડલનો વાહનવ્યવહાર બંધ થયેલ છે. જામકંડોરણા મામલતદાર વી.આર. મુળિયાસીયા, તાલુકા વિકાસ અધિકારી બી.આર. બગથરીયા, ડીઝાસ્ટર નાયબ મામલતદાર તેમજ સ્ટાફે સ્થળે મુલાકાત લઇ જરૂરી સુચનાઓ આપી હતી. મનસુખભાઇ સી.બાલધા પ્રેસ પ્રતિનિધિ-જામકંડોરણા

(8:05 pm IST)