Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ભાવનગરમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ:એક્ટિવ કેસની સંખ્યા 127 થઇ

શહેરમાં 16 અને ભાવનગર ગ્રામ્યમાં 7 મળી કુલ 23 કેસો નોંધાયા

  (  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગર શહેરમાં 16 અને ભાવનગર ગ્રામ્યમાં 7 મળી કુલ 23 કેસો નોંધાયા છે.
આજે ભાવનગર શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં 16 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે ભાવનગર ગ્રામ્યમાં 7 લોકો કોરોના સંક્રમિત થયા છે.
આજે ભાવનગર શહેરમાંથી 14 અને ગ્રામ્યમાં એક મળી કુલ ૧૫ દર્દી ડિસ્ચાર્જ થતાં  થતા  હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 127 થવા પામી છે.
ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નવા રતનપર ગામે એક, કોળીયાક ગામે બે, હાથબ ગામે એક, ગુંદી ગામે એક અને લાખણકા ગામે કોરોના ના બે કેસ નોંધાયા છે.

(8:10 pm IST)