Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

જામકંડોરણાનો દૂધીવદર ગામે આવેલ ફોફળ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં :નિચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે

દુધીવદર,ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા અપીલ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકામાં સાડા ચાર ઇંચ કરતા વધુ વરસાદ પડતા દુધીવદર ગામ પાસેનો ફોફળ-૧ ડેમ હાલ ૭૦% ભરાઈ ચુક્યો છે. જળાશયની ભરપુર સપાટી ૮૧.૭૫ મી.છે, જ્યારે જળાશયની હાલની જળસપાટી ૮૦.૨૯ મી. છે. ડેમમાં ૩૮૮૯૦ કયુસેક પાણીની આવક સતત ચાલુ હોવાથી ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા છે. તંત્ર વાહકો દ્વારા ફોફળ  ડેમની હેઠવાસમાં આવેલ જામકંડોરણા તાલુકાના દુધીવદર,ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

(8:12 pm IST)