Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ધોરાજી -ઉપલેટા પંથકમાં બે ઇંચથી વધારે વરસાદ: ખેતરોમાં પાણી ફરી વર્યા

ભારે વરસાદની આગાહીની સાથે તંત્ર એલર્ટ :ધોરાજીમાં અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ભૂવા પડ્યા:ઉપલેટાના ગઢાડા ગામના ખેતરોમાં પાણી પહોંચી ગયા:ધોરાજીની સફુરા નદીનો ચેક ડેમ ઓવરફ્લો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી ઉપલેટા પંથકમાં બે ઇંચ થી વધારે વરસાદ ખાબક્યો છે
ધોરાજી ઉપલેટા પંથકમાં આજ સવારથી ધીમીધારે વરસાદ આવતા બપોર સુધીમાં બે ઇંચ થી વધારે વરસાદ પડી ગયો હતો આ સાથે ધોરાજીની સફુરા નદી માપ પાણીના નવા નીરવ આવતાઓવરફ્લો થઇ ગઈ હતી અને પંચનાથ મહાદેવના દર્શન માટે રસ્તો બંધ થઈ ગયો હતો
આ સાથે ઉપલેટામાં રસ્તા વચ્ચે પડેલ ખાડામાં ટ્રક ખૂચી ગયો
ઉપલેટાના દરબાર ગઢ વિસ્તાર માં ટ્રક ખુચી ગઈ હતી
પથ્થરો ભરેલ ટ્રક ખુચી ગયો હતો
ઉપલેટા માં ભારે વરસાદ બાદ રસ્તા માં અનેક જગ્યા એ પડ્યા છે ભુવા જેના કારણે વાહનોને તકલીફ અવર જવર માં પડી રહી છે
 ઉપલેટા તથા ઉપરવાસ માં ભારે વરસાદના કારણે ઉપલેટા થી પસાર થતી મોજ નથી બની ગાંડી તુર બની ગઈ હતી
મોજ નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીર ની આવક થઈ હતી
આ સાથે ધોરાજીમાં પણ સવારથી જ ધીમીધારે વરસાદ ચાલુ હતો સાંજ સુધી વરસાદ ચાલુ રહેતા બે ઇંચ ઉપર વરસાદ નોંધાઈ ગયો છે પ્રથમ વરસાદ અને કારણે જ ધોરાજીના જુનાગઢ રોડ જેતપુર રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે દર વર્ષે આ પ્રકારની મુશ્કેલીઓ વાહન ચાલકોને તેમજ રાહત દારીઓને વિદ્યાર્થીઓને સહન કરવી પડે છે પરંતુ તંત્ર ચોમાસા પહેલા જાગતું નથી તેવુ પણ દર વર્ષે જોવા મળી રહ્યું છે
ધોરાજી ઉપલેટા પંથકમાં બે ઇંચ થી વધારે વરસાદ
ઉપલેટા ના ગઢાડા ગામના ખેતરોમાં પાણી પહોંચી ગયા જે અંગે ગઢાડાના સરપંચ નારણભાઈ આહિરે જણાવેલ કે ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે અમારા ગઢાડા ગામ વિસ્તાર ના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે મોટાભાગના ખેતરોમાં પાણી આવીજતા નવા વાવેતરને પણ મુશ્કેલી જોવા મળી રહી છે

(8:35 pm IST)