Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

જેતપુર,ધોરાજી, ઉપલેટા તાલુકા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ:સર્વત્ર જળબંબાકાર

પલેટાના નાગવદર, ખાખીજાળીયા, ભાયાવદર, મજેઠી, લાઠ, ભીમોરા સહિત ગ્રામ્ય પંથકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો: લાઠ ગામમાં પાણી ફરી વળ્યાં

જેતપુર પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો. જેતપુર,ધોરાજી, ઉપલેટા તાલુકા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપલેટાના નાગવદર, ખાખીજાળીયા, ભાયાવદર, મજેઠી, લાઠ, ભીમોરા સહિત ગ્રામ્ય પંથકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉપલેટાનું લાઠ ગામમાં પણ પાણી ફરી વળ્યાં હતા. તો ક્રોઝ-વે પર પાણી ફરી વળતા 8 ગામોનો વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો.

 

(9:14 pm IST)