Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

જામકંડોરણાનો ફોફળ-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં

દુધીવદર, ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના

રાજકોટ :આજ વહેલી સવારથી જ રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકામાં સાડા ચાર ઇંચ કરતા વધુ વરસાદ પડતા દુધીવદર ગામ પાસેનો ફોફળ-૧ ડેમ હાલ ૭૦% ભરાઈ ચુક્યો છે. જળાશયની ભરપુર સપાટી ૮૧.૭૫ મી.છે, જ્યારે જળાશયની હાલની જળસપાટી ૮૦.૨૯ મી. છે. ડેમમાં ૩૮૮૯૦ કયુસેક પાણીની આવક સતત ચાલુ હોવાથી ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા છે. આથી ફોકલ ઓફીસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ દ્વારા ડેમની હેઠવાસમાં આવેલ જામકંડોરણા તાલુકાના દુધીવદર, ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા સૂચિત કરવામાં આવેલ છે

(9:28 pm IST)