Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ભાવનગર: ભારે વરસાદની આગાહીને પગલે NDRF તૈનાત કરાઈ :બગડ ડેમ છલકાતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ

25 જવાનોની ટીમ સાથે એનડીઆરએફ ટિમ હાલ ભાવનગર ખાતે સ્ટેન્ડ બાય

ભાવનગર જિલ્લા કે શહેરમાં ભારે વરસાદ થાય તો પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એક એનડીઆરએફ (NDRF)ની ટીમ પણ ભાવનગર ખાતે તૈનાત કરી દેવામાં આવેલી છે. 25 જવાનોની ટીમ સાથે એનડીઆરએફ ટિમ હાલ ભાવનગર ખાતે સ્ટેન્ડ બાય છે. તમામ પ્રકારના આધુનિક સાધનો અને વસ્તુઓ લઈને ભાવનગર આવી પહોંચેલ છે. અને જો ભારે વરસાદ થાય તો જ્યાં મુશ્કેલી હશે ત્યાં પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરાએફ ની ટીમ તૈયાર છે. દરમિયાન ઉપરવાસમાં વરસાદથી ભાવનગરની જીવાદોરી સમાન ગૌરીશંકર તળાવમાં નવા નીરની આવક થઈ હતી. જેના પગલે શહેરીજનો ખુશ થઈ ગયા હતા.

ભાવગનરના બગદાણાનો બગડ ડેમ ઓવર ફલો થતા  નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને  બગદાણાના ચાર ગામ, નાની જાગધાર, મોટી જગધાર, લિલવણને પાણીની ભારે આવકને પગલે  એલર્ટ કરવામાં આવ્યા છે.

 

(10:59 pm IST)