Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

દ્વારકાના દરિયામાં કરંટ :પોરબંદર, વેરાવળ સહિતના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

પોરબંદર,જાફરાબાદ, નવલખી, મુદ્રા,સલાયા તેમજ દીવ, વેરાવળ, મૂળ દ્વારકા, ભાવનગર, મગદલ્લા અને ભરૂચ માટે ખાસ ચેતવણી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે અને દ્વારકામાં વરસાદ તથા પવનના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને ગોમતી નદી કાંઠે તેમજ અરબી સમુદ્રમાં ઉંચા ઉંચા મોજાં ઉછળતા હતા.

આવી પરિસ્થિતિમાં કેટલાક સહેલાણીઓ કાંઠે બેસેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ એટલે કે 7 જૂલાઇથી 11 જૂલાઇ સુધી દરિયાકાંઠે 40 કિલોમીટરથી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આવી પરિસ્થિતિમાં માછીમારો દરિયામાં ન જાય. ખાસ કરીને પોરબંદર,જાફરાબાદ, નવલખી, મુદ્રા,સલાયા તેમજ દીવ, વેરાવળ, મૂળ દ્વારકા, ભાવનગર, મગદલ્લા અને ભરૂચ માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર કરંટ જોવા મળ્યો હતો. વરસાદની પરિસ્થિતિમાં સોમનાથ, દ્વારકા અને પોરબંદરમાં ઉચાં મોજાં ઉછળતાં જોવાં મળ્યા હતાં. તો આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે પોરબંદર, જાફરાબાદ, નવલખી, મુદ્રા,સલાયા સહિતના દરિયાકાંઠે માછીમારોને જવાની મનાઈ ફરમાવી છે.

 

(11:02 pm IST)