Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કચ્છના હરામીનાળા પાસેથી વધુ પાંચ પાકિસ્તાની બોટ ઝડપાઇ

BSFએ હરામીનાળા વિસ્તારમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન બોટ ઝડપ્યાંના હેવાલ : 10 બોટ અને 4 પાકિસ્તાની માછીમારો ઝડપ્યા બાદ વધુ એક મોટી કાર્યવાહી

પશ્ચિમ કચ્છના સરહદી સાગર કાંઠે આવેલા હરામીનાળા વિસ્તારમાંથી વધુ પાંચ પાકિસ્તાની બોટ ઝડપાઇ હોવાના અહેવાલ મળે છે જાણવા મળ્યા મુજબ BSFએ હરામીનાળા વિસ્તારમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન બોટ ઝડપ્યાંના હેવાલ છે ,

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ  કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી BSFએ 4 પાકિસ્તાની માછીમારો સાથે 10 પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી  BSFએ કચ્છની બોર્ડર પર કાર્યવાહી હાથ ધરતા કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારોની 10 પાકિસ્તાની બોટ સાથે ધરપકડ કરી હતી 

(11:12 pm IST)