Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સાયલા ખાતે રૂપિયા ૭૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર ચાર માર્ગીય રસ્તાનું કૃષિમંત્રી ફળદુના હસ્તે ખાતમુહૂર્ત

સુરેન્દ્રનગર,તા.૭: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે સાયલા સુદામડા પાળીયાદ રોડ તેમજ સાયલાથી મુળી સુધીના રૂપિયા ૭૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચાર માર્ગીય રસ્તાનું કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં વાહનોની સંખ્યા વધવાના કારણે તેમજ માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ના રહે તે માટે રાજય સરકાર દ્વારા માર્ગ સુધારણા થકી રસ્તાઓ પહોળા કરવામાં આવી રહયાં છે, સાયલા સુદામડાનો આ રસ્તો ચાર માર્ગીય થવાથી અહીંના લોકો માટે વધુ સારી પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે.

વધુમાં તેમણે પ્રજાને વધુ સારી ભૌતિક સુવિધા ઉપલબ્ધ બનાવવાનું કાર્ય રાજય સરકાર કરી રહી છે, તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર સંપૂર્ણ જવાબદારી સાથે સારી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવાની સાથે દરેક માનવીને કામ મળી રહે તે દિશામાં કાર્ય કરી રહી છે.

આ પ્રસંગે પુર્વ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં નર્મદાના પાણી આ વિસ્તારમાં પહોંચવાથી હવે આ વિસ્તાર પછાત રહ્યો નથી, તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, જિલ્લાના નાના-મોટા પ્રશ્નોનો સરકારશ્રી દ્વારા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેનશ્રી શંકરભાઈ દલવાડી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. કે. હુડ્ડા, પ્રાંત અધિકારીશ્રી આર. બી અંગારી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી રાકેશ ધોળકીયા, અગ્રણીઓ સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ સોરઠીયા, સુરેશભાઈ ધાંધલ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મુળી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક -કમ-કુકની નિમણુંક કરાશે

મામલતદારશ્રી – મુળીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મુળી તાલુકાની  રામપર અને દેવપરા પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મુળી ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૧૭/૮/૨૦૨૦ સુધીમાં મામલતદાર કચેરી મુળી ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાના રહેશે.(

(11:31 am IST)