Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં ફરજ બજાવવી પડકારરૂપ : સૌરભસિંઘ

જૂનાગઢથી પશ્ચિમ કચ્છ એસપી તરીકે બદલી થયા બાદ કાર્યભાર સભાળ્યો, નિષ્ઠાભરી કામગીરીનો કોલ

ભુજ ,તા.૭:  તાજેતરમાં જ થયેલ બદલીઓને પગલે પશ્ચિમ કચ્છના એસપી તરીકે સૌરભસિંઘની નિયુકિત થયા બાદ આજે તેમણે ભુજ મધ્યે કાર્યભાર સંભાળી લીધો છે.

ગાર્ડ ઓફ ઓનર ઝીલ્યા બાદ ભુજમાં એસપી કચેરીએ પહોંચેલા નવા ડીએસપી સૌરભસિંઘે દરેક શાખાની મુલાકાત લઈ. પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી

ઓફિસમાં મીડીયા સાથે વાત કરતા આ યુવા આઈપીએસ ઓફિસરે જણાવ્યું હતું કે, પુરી નિષ્ઠા સાથે પોતે ફરજ બજાવશે. કચ્છમાં પાકિસ્તાનને જોડતી આંતરરાષ્ટ્રીય સરહદ છે, અહીં રણ અને દરિયા સાથેની ભૌગોલિક વિશિષ્ઠ પરિસ્થિતિ હોઈ અહીં ફરજ બજાવવી પડકારરૂપ બની રહેશે. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર થતો અટકાવવો, દારૂ, જુગારની બદી અટકાવવી પ્રાથમિકતા રહેશે.૨૦૧૨ ની બેચના આઈપીએસ અધિકારી સૌરભસિંઘ પંજાબના હોશિયારપુરના છે. આ પૂર્વે જુનાગઢ, સાબરકાંઠા અને આણંદમાં ફરજ બજાવી ચુકયા છે.

(11:32 am IST)