Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ઉનામાં ૭ ફુટનો અજગર નીકળ્યો

ઉનાઃ એસ.ટી.બસ સ્ટેશન પાછળ ગની માર્કેટમાં એક દરગાહના પરિસરમાં ૭ ફુટનો મહાકાય અજગર આવી ચડતા છેલ્લા ૨૦ વરસથી સર્પ અને અજગર પકડી ભયમુકત કરતા સર્મવિદ અશોકભાઇ ચૌહાણને જાણ કરતા તુરંત સ્થળ ઉપર આવી આગવી કુન્હેથી અંદાજીત ૭ ફુટ લાંબો વિશાળકાય ધરાવતા અજગરને પકડી કોથળામાં પુરી અને વનવિભાગને સોંપી લોકોને ભય મુકત કરેલ હતા. અને અજગરનો જીવ બચાવી જીવદયા પ્રવૃતિ કરી હતી. મહાકાય અજગરને સર્પવિદ અશોકભાઇને પકડી પાડ્યો તે તસ્વીર.

(11:33 am IST)