Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

આંખનું તેજ વધારતી ખરખોડીની ખેતી કરો

શારીરીક નબળાઈ દૂર કરે, શુક્ર કોષોની સંખ્યા વધારે

- માતા અને પશુના દુધમાં વધારો કરે છે

અમે નાના હતા ત્યારે અમારા કાકા સેઢા પરથી ખરખોડીના પાન તોડીને એમ કહેતા કે આ ખવાય એનાથી આંખનું તેજ વધે પરંતુ આજની યુવાપેઢીના માનસમાંથી અને વેલાના સ્વરૂપમા ખેતરના શેઢા પરથી એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી ખરખોડી લુપ્ત થઈ રહી છે.ખરખોડી- જીવંતિ-ડોડી-દોડીના બે પ્રકાર છે મીઠી અને કડવી.તે માથી મીઠી ખરખોડીનો ઉપયોગ કરવો.આજની યુવા પેઢી મોબાઈલ અને ટીવીને કારણે આંખની તેજસ્વિતા ગુમાવી રહી છે નાના નાના બાળકો પણ ચશ્માં પહેરતા થઈ ગયા છે.અત્યારના સમયે ખરખોડીના પાનનું સેવન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે તેનું શાક અતી ઉત્ત્।મ ગણાય છે.ખરખોડીની ખેતી માટે વધારાની જમીન,મહેનત કે કોઈ ખર્ચ કરવો પડતો નથી ચોમાસા દરમ્યાન ખેતરમાં આવેલા તમામ ઝાડની આસપાસ ઉપરાંત શેઢા પર પણ રોપી શકાય. તેની વૃદ્ઘિ ઝડપી હોય છે.

માનવ અને પશુના દૂધમાં વધારો કરનારી હોવાથી દુધ વધારનારી દવાઓની બનાવટમા તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. હાલમાં તેની માંગ વધારે છે અને પુરવઠો ઓછો છે. તેથી ભાવ પણ સારો મળે છે ઘણા ખેડૂતોએ તેની ખેતી પણ શરૂ કરી દીધી છે.

એક લોકવાઈકા

લોકવાઈકા પ્રમાણે ગીરનારની અંદર રહેતા સાધુઓ ખરખોડીનો ઉપયોગ કરે છે તેથી તેને ચશ્મા હોતા નથી. જયારે ગામની અંદર રહેતા સાધુઓ ચશ્મા ધારી હોય છે.

ખરખોડીના ઔષધિય ફાયદા

ત્રિદોષ નાશક હોવાથી અનેક રોગોમા ઉપયોગી છે.

તંદુરસ્ત બાળક પ્રાપ્તિ માટે

વીર્ય વર્ધક-શુક્રકોષોની સંખ્યામાં વધારો કરે છે તેથી પતિ-પત્ની બંને એ બાળકની ઉત્પતિ પહેલા નિયમીત ખરખોડીના પાનનું સેવન કરે તો પુરૂષ વધારે વીર્યવાન બને છે. અને સ્ત્રીનુ ગર્ભાશય ખૂબ જ ફળદ્રુપ બની જાય છે. તેથી બાળક તંદુરસ્ત પ્રાપ્ત કરી શકાય છે.

ઉપરાંત સેકસની શારીરિક અક્ષમતા દુર કરવામા અને શુક્રકોષની સંખ્યા વધારવામા ઉપયોગી છે.

માતાનુ દુધ તાકાત વાળુ બને છે

માતા પણ જો ડીલેવરી પહેલા અને પછી ખરખોડીના પાનનું સેવન કરેતો તેના દૂધમાં સારો વધારો થઈ શકે છે. અને દુધની તાકાત પણ વધી જાય છે.

કસુવાવડમાં ઉપયોગી

કોઈ કારણસર માતાને બાળક રહેતુંન હોય કે વારંવાર કસુવાવડ થઈ જતી હોય તો આ સમસ્યાને અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે.

પશુના દુધ ઉત્પાદનની ક્ષમતા વધારે છે. આણંદના કૃષિ વૈજ્ઞાનિકોએ બકરી ઉપર સંશોધન કરીને એવું તારણ કાઢેલ છે કે જો દુધાળા પશુને ખરખોડી ખવડાવવામાં આવે તો તેના દૂધમાં ૧૦ થી ૨૦ ટકા જેટલો વધારો થાય છે અને તેના ફેટ પણ વધી જાય છે.

ઉપયોગ કરવાની પધ્ધતિ

 સવારે નયણા કોઠે આશરે ચારથી પાંચ પાન ચાવી જવા

 ખાસ નોંધ

પ્રયોગ શરૂ કરતા પહેલા આપણી ટીમના નિષ્ણાત વૈદરાજોની સલાહ લઈ જ લેવી.

આયુર્વેદના રો મટીરીયલની ખરીદી કરનાર

વૈદ જયદીપ ખાંટ MD (Ayu.), આ.પ્રો.નોબેલ આયુર્વેદ કોલેજ જુનાગઢ, મો.૮૮૬૬૦૧૫૦૨૬

ગીલોય-ગળા સહિતની તમામ પ્રકારની આયુર્વેદની ઔષધીયોની ખરીદી કરનાર જયદીપભાઈ પણ ખરખોડીની ખેતી કરવાની ભલામણ કરે છે.

વી.ડી. બાલા રોપા માટે, મો.૯૪૨૭૫૬૩૮૯૮

જાણીતા સેવાભાવી નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર વી. ડી. બાલા ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી લુપ્ત થઇ રહેલી ખરખોડીના રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વર્ષે આશરે ૨૦૦૦ રોપાનુ રાહત દરે વિતરણ કરે છે તેઓના જણાવ્યા પ્રમાણે જો ખેડૂતો રજકાની સાથે સાથે ખરખોડીના વેલાના બે કયારાનુ વાવેતર કરેતો દુજાણા ઢોરના દૂધનું ઉત્પાદન ખૂબ જ વધારી શકાય છે. ઉપરાંત તેના ફળ-ડોડા ૧૫૦ ફુટ રીંગ રોડ અને અમીન માર્ગના ખુણા પાસે તેમના દ્વારા ચલાવવામાં આવતા 'ખેડૂત હાટ' મા આશરે ૨૦૦ રૂપિયાના કિલોના ભાવથી વેચાય છે.

સ્કૂલમાં ખાસ ઉછેરો

સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં. જાગૃતિ લાવવા તથા તમામ ધાર્મિક સ્થળો,એપાર્ટમેન્ટ,શેરી ગલીએ પણ ઉછેરી શકાય.

ખરખોડીનુ વૈજ્ઞાનિકનામ Leptadenia Reticulata લેપ્ટાડેનીયા રેટીકયુલેટા family Apocynaceae

સંસ્કૃત નામઃ જીવંતિ

ખરખોડીમા રહેલા રસાયણો

(૧)શિશ્નોસ્થાનની સેકસની શારીરિક અક્ષમતા માટે આલ્ફા અને બીટા અમાયરિન તથા બીટા સિટોસ્ટેરોલ Alpha and beta amyrin and beta Sitosterol

(૨)શુક્રાણુઓની ગુણવત્તા સુધારનાર, કવરસેટીન Quercetin

(૩)પ્રજનનમા ઉપયોગી, રેટિકયુલિન reticulin, ડેનિકયુલાતીંન Deniculatin, તથા લેપ્ટાકયુલેટિન Leptaculatin

જેવા તત્વો શોધાયા છે

(૪) શરીરમાં સ્ટીરોઈડ ઉત્પન્ન કરવામાં ઉપયોગી અપીજેનિન Apigeni

નોંધઃ વૈજ્ઞાનિકોએ આ બધા પ્રયોગો નાના પશુ ઉપર કરેલા છે.મનુષ્ય ઉપર આ પ્રયોગો બાકી છે.

ગૌરવની વાત

આપણા આયુર્વેદના નિષ્ણાતો કઈ ઔષધિ કયા રોગમાં કામ આવે છે અને તેમા કયા કયા ગુણો રહેલા છે તે લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા વગર જાણતા હતા

ગીલોય એટલે ગળો ડાયાબિટીસમા પ્રયોગ કરનાર

રામચંદ્રભાઈ વડોદરા

મો.૯૯૯૮૯૯૧૫૫૨ તેમને ૩૮૦ ચાર ચોકડી જેટલું ડાયાબિટીસ રહેતું હતું. તેમના જણાવ્યા પ્રમાણે લીમડાના ગળા-ગીલોયના સેવનથી હાલમાં ડાયાબિટીસ ૧૩૫ જેટલું રહે છે

નિષ્ણાંતોની ટીમ

(૧)વૈદ એલ્વીશ દેત્રોજા, M.D. આયુર્વેદ ગવર્મેન્ટ હોસ્પિટલ જુના વાઘણીયા, મો.૯૪૨૯૭૧૩૭૫૭

(૨)વૈદ કિરીટ પટેલ, B.A.M.S. આયુર્વેદ જુનાગઢ, મો.૯૪૨૬૯૯૫૦૮૯

(૩)ડો. દેવાંગ પંડ્યા, M.Pharm Ph. D. (Pharmacognosy), Dy. Director, School of Pharmacy, RK University, મો.૯૮૯૮૧૬૮૦૩૪

(૪)ડો.જીજ્ઞેશ હરખાણી, M.B.B.S. NDDY ગવર્મેન્ટ હોસ્પિટલ ગાંધીનગર, મો.૯૫૭૪૦૦૮૧૮૬

(૫)ડો.નૈમિષ જાવિયા

M.B.B.S પીડીયાટ્રિક PG સ્ટુડન્ટ પુના, મો.૭૯૮૪૫૧૯૫૯૫

(૬) વિનોદ કે. પંડ્યા, મો.૯૪૨૮૨૭૪૯૫૦, M.Sc.B.Ed. Botany

લેખકઃ અશ્વિન ભુવા

મો.૮૩૨૦૫ ૫૬૦૧૨

મો.૯૪૨૮૮ ૮૯૫૬૦

(11:34 am IST)