Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ઉનામાં સુરતમાંથી બાઇક ચોરી કરીને આવેલ યુવાન ઝડપાયો

ઉના તા. ૭ : સુરતમાંથી ચોરી કરેલી મોટર સાયકલ સાથે યુવાનને ઉનામાંથી પકડી પાડયો હતો.

પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીએ સુના આપેલ કે અનડીટેક ગુના ડીટેક કરવા પોલીસ હેડ કોન્સ્ટેબલે કમલેશભાઇ પીઠીયા, નીલેશભાઇ છગનભાઇ જગદીશભાઇ કરશનભાઇ ચાવડા, પો.કો. ધર્મેન્દ્રસિંહ હરરાજભાઇ, ગોપાલસિંહ દિપસિંહ ભાવનગર રોડ ઉપર રોકડીયા હનુમાન મંદિર પાસે વાહનો રોકાવી કાગળો ચેક કરતા હતા ત્યારે મહેન્દ્ર મનુભાઇ રાઠોડ જાતે દરબાર રે. સનખડા તા. ઉના વાળો કાળા કલકરની મોટર સાયકલ નંબર (જી.જે.-પ ઇવાય ૪પ૮૩) લઇ નિકળેલ તેને રોકાવી લાઇસન્સ ત્થા કાગળો માંગતા ન હોવાનું જણાવતા પુછપરછ કરતા તેને થોડા મહિના પહેલા સુરતના વચ્છા વિસ્તારમાંથી હોન્ડા પ૩ની સીબી.સાઇન ચોરી કરી સનખડા લાવેલ હતો.

તે અંગે ખરાઇ કરતા સુરત પો.સે. ગુ. ર.નં. ના મોટરસાયકલ ચોરીનો ગુનો દાખલ થયેલ હોય રૂ. પ૦ હજારની મોટર સાયકલ કબ્જે કરી સુરત પોલીસને જાણ કરતા સુરત પોલીસ આરોપીનો કબ્જો લેવા ઉના આવી રહી છે. ઉના પોલીસની સર્તકતાથી સુરતમાં થયેલ મોટર સાયકલ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી નાખેલ છે.(

(11:37 am IST)