Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

લોધીકા તાલુકાના સરપંચોની ટી.ડી.ઓ. તેમજ મામલતદારને પ્રજાના પ્રશ્નોની રજૂઆત

 ખીરસરા તા. ૭ : લોધીકા તાલુકાના સરપંચ સંગઠન દ્વારા આજરોજ તાલુકા પંચાયતમાં બધા ગામના સરપંચે મળીને તાલુકાના ગામડાના પશ્રનોની લેખીતમાં એક રજુઆતઙ્ગ તાલુકા પંચાયતના ટી.ડી.ઓ તેમજ મામલતદારને કરેલીઙ્ગ કે તાલુકાના ગામડાના લોકોના રાશનકાર્ડ જે બંધ થઈ ગયેલછે તેમને આપના અધિકારીશ્રી આવીને ગામના આગેવાનોને ભેળા રાખીને સવે કરે તેમજ ગામ પંચાયતના અભિપ્રાયથી ફરી ચાલુ કરી આપે જેથી કરીને જરૂરીયાતમંદ લોકોને તાત્કાલિક ધોરણે અનાજ મળી રહે સરકારી પોસિઝરમા ગરીબ માણસને ઝેરોક્ષ સોગંદનામું આવકના દાખલા બધું લેવામાં પાંચસો થી એક હજાર રૂપિયા જેવોખચે લેગી જાય છે આ ખર્ચ સામાન્ય માણસને ન પર્વળે તો યોગ્ય કરશો તેમજ વિધવા સહાય માટે બહેનોને બહુ તકલીફ પડે છે તેમજ લોધીકા તાલુકાના અડધા ઉપરના ગમો રૂડામા આવે છે તેમને કોઈ જાતની સુવિધાઓ રૂડા તરફથીઙ્ગ મળતી નથી તેમજ છેલ્લા દશેક વર્ષેથી તાલુકાના ગામના લોકોને સો ચોરસ વાર કે પચાસ ચોરસ વારના મફત પ્લોટો મળેલ નથી તો પરિવાર વધતા તેમને રહેવા માટેના મકાનનું શું તો આવા પરીવાર ને પ્લોટની ફાળવણી થવી જોઇએ અથવા શહેરની જેમ આવાસ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકો ને મળવો જોઇએ તેમ જ નવા બાંધકામ ના ભાવ ૨૦૧૫ પ્રમાણે છે તેના બદલે અત્યારના સિમેન્ટ મટીરીયલના ભાવ પ્રમાણે બાંધકામના ભાવ હોવા જોઈએ આમ તાલુકાના ગામડાની વિકાસલક્ષી અનેક જરૂરીયાતોમાં ફેરફાર કરવાની રજુઆત તાલુકા સરપંચ સંગઠનનાઙ્ગ હોદેદારોએ અધિકારીને કરેલ છે.(

(11:42 am IST)