Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મંડેર ગામે ત્રણ યુવતિ સહિત છ ઝડપાયા

માધવપુર પોલીસે દરોડો પાડયો

જુનાગઢ તા. ૭ : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ પોરબંદર જીલ્લામાંથી દારૂ/જુગારની બદી દુર કરવા આપેલ સુચના અન્વયે પોરબંદર-ગ્રામ્યના ડી.વાય.એસ.પી. સ્મિત ગોહીલના માર્ગદર્શન હેઠળ માધવપુર પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ એસ.ડી.રાણા પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કોન્સ. રોહીતભાઇ ધાધલને હકીકત મળેલ કે મંડેર કુંભાર શેરીમાં રહેતો માલદે ઉર્ફે ડોકટર રાજાભાઇ વાજા પોતાના મકાને રોન-પોલીસ નામનો જુગાર રમી રમાડતા હોઇ આધારે રેઇડ કરતા રોકડા રૂ.ર૬૬૦૦/- ના મુદામાલ સાથે (૧) માલદેભાઇ ઉર્ફે ડોકટર રાજાભાઇ વાજા ઉ.૬૮ (ર) સંદીપભાઇ લીલાભાઇ મોકરીયા ઉ.ર૮ (૩) રામભાઇ કેશવભાઇ વાસણ ઉ.૪૦ (૪) મણીબેન દેવજીભાઇ વાલજીભાઇ ચાવડા ઉ.૪ર (પ) ઉષાબેન નાગજણભાઇ ભોજાભાઇ ડાભી ઉ.૩૦ (૬) નાથીબેન ભોજાભાઇ જેઠાભાઇ ડાભી ઉ.૩૦ ને ઝડપી લીધા હતા.રામકુભાઇ તથા પો.કોન્સ. બાહદુરસિંહ પોપટભાઇ તથા પો.કોન્સ. નાગાજણભાઇ રાજાભાઇ તથા પો.કોન્સ. સંજયભાઇ લખમણભાઇ તથા મહીલા પો.કોન્સ. મનીષાબેન પાંચાભાઇ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.(

(11:43 am IST)