Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મોરબીમાં લોકડાઉનમાં નોકરી છૂઠી જતા શિક્ષકોએ ફરસાણનો વેપાર શરૂ કર્યો

મોરબી,તા.૭: ઓમ શાંતિ સ્કૂલમાં નોકરી કરતા શિક્ષકોને લોકડાઉનમાં પણ શાળા સંચાલકોએ પગાર ચૂકવ્યા હતા અને જુન માસ સુધીના પગાર સ્ટાફને ચૂકવ્યા છે જોકે શાળામાં નોકરી કરતા શિક્ષકોના પરિવારના સભ્યોની નોકરી લોકડાઉનમાં છૂટી ગઈ હોય તેમજ અન્ય કારણો મળીને ૩-૪ઙ્ગ શિક્ષકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા.

જે સ્થિતિને ધ્યાને લઈને જરૂરિયાતમંદ શિક્ષકો સહીત ૧૦ શિક્ષકોએ જન્માષ્ટમીના તહેવાર નિમિતે ફરસાણ નો વેપાર કરવાનું નક્કી કર્યું હતું. શાળા સંચાલકે પણ હાલ શાળાઓ બંધ હોય જેથી શાળાનું રસોડું અને અન્ય રૂમો વાપરવાની છૂટ આપી સગવડ કરી આપી છે જેથી શિક્ષકો ફરસાણ ની વિવિધ આઈટમ બનાવીને વેચાણ કરી આર્થિક સ્થિતિને પહોંચી વળવા મથામણ કરી રહયા છે જોકે શિક્ષકોએ નિરાશા સાથે જણાવ્યું હતું કે શિક્ષક સમાજના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે પરંતુ આજે તેની જરૂરિયાતના સમયે વાલીઓ તેની મદદે આવતા નથી વાલીઓ શિક્ષકોને મદદરૂપ થાય તેવી અપીલ પણ કરી હતી જોકે શિક્ષકોના બનાવેલા ફરસાણ ગ્રાહકો ખરીદી કરીને તેને મદદરૂપ બની રહ્યા છે.

(11:45 am IST)