Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પોરબંદર જિલ્લામાં કોરાનાનો ડર દુર કરવા ૩ મનો વૈજ્ઞાનિક શિક્ષકોની નિમણુંકો

કોઇપણ વ્યકિત કોરાનાનો ડર હતાશા અનુભવતી હોય તો નિષ્ણાંતોને ફોન કરવાથી વિનામૂલ્યે માર્ગદર્શન મળશે

પોરબંદર તા.૭ :  જિલ્લામાં કોરોનાનો ડર દુર કરવા ૩ મનોવૈજ્ઞાનિક મદદનીશ શિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે.  કોરોના વાઇરસ સંદર્ભે ડર અનુભવતી કોઇપણ વ્યકિત કે વિદ્યાર્થી નિષ્ણાંતને ફોન કરીને ડર દુર કરી શકશે.

કોરોના મહામારી સબંધીત કોઇ ડર, ભય કે હતાશા અનુભવતા જિલ્લાના વિદ્યાર્થીઓ તથા કોઇપણ આમ જનતાનો ભય દુર કરવા જિલ્લાકક્ષાએ ૩ મનોવેજ્ઞાનિક મદદનીશ શિક્ષકોની નિમણુંક કરાઇ છે. બિમારી કોઇપણ હોય, બીમારી કરતા તેનો ડર વધારે માણસને માનસિક અને શારીરીક રીતે નુકસાન કરી શકે છે. કોરોના મહામારીનું સંક્રમણ દિવસને દિવસે વધતુ જાય છે. આ બિમારીથી ડરવાની જરૂર નથી, સરકારશ્રીની સુચનાઓનું પાલન કરી જાહેરમાં માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવુ, જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું, વારે વાર હાથ સાબુથી હાથ ધોવા સતર્ક રહેવું જરૂરી છે. બિન જરૂરી ગભરાવવાની જરૂર નથી.

જિલ્લાનાં કોઇ વિદ્યાર્થી કે આમ જનતા કોરોના સંદર્ભે ડર, હતાશા અનુભવે તો તેમણે મનોવૈજ્ઞાનિક મદદનીશ શિક્ષકો ડો. જીજ્ઞેશ વી. પ્રશ્નાણી મો.૯૮ર૪૩ ૬૪૩૬ર, ડો.રશ્મીનભાઇ પુરોહિત મો.૯૪ર૮ર ૮૭ર૭પ તથા ડો. સ્મિતાબેન સોલંકી ૯૭૧ર૯ ૩૩૩ર૩ ઉપર ફોન કરવાથી કોરોનાના ડરને દુર કરવા નિષ્ણાંતો ટેલીફોનીક કાઉન્સેલીંગ કરશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(11:48 am IST)