Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કેશોદ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા મહિલા આરોગ્ય દિવસની અને મહિલા કૃષિ દિવસની ઉજવણી કરી

રાજ્ય સરકારના મહિલા અને બાળવિકાસ અંતર્ગત

કેશોદ,તા.૭:રાજય સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશકિતકરણ પખવાડિયા અંતર્ગતઙ્ગ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારાઙ્ગ ઙ્ગપાંચમા દિવસે મહિલા આરોગ્ય દિવસ ની ઉજવણીના ભાગ રૂપે સવારે મધુસૂદન સોસાયટીમાં જઈ બહેનોને તેમના આરોગ્ય બાબતે, આરોગ્યલક્ષી યોજના વિશે અને કોરોના મહામારીમાં સાવચેતી બાબતે તેમજ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન સેવા અને અન્ય મહિલા લક્ષી સેવાઓથી માહિતગાર કરાયા હતા. ત્યારબાદ બપોરના સમયે સિટી પોલીસ સ્ટેશન ખાતે કિશોરીઓ સાથે વંદે ગુજરાત ચેનલ પર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ના ફેસબુક પેજ પર લાઈવઙ્ગ પ્રસારિત પ્રોગ્રામ 'પહેલું સુખ તે જાતે નર્યા' નિહાળ્યો હતો.

૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા છઠ્ઠા દિવસે મહિલા કૃષિ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે કેશોદ તાલુકાના રાણેકપરાઙ્ગ ગામે જઈ કૃષિ ક્ષેત્રે મહિલાઓનું મોટું યોગદાન છે ત્યારે મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી અને વિકાસ ના માર્ગ પર અગ્રેસર કરે તે માટે જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ વિવિધ સરકારી એગ્રીકલ્ચર સંસ્થાઓ દ્વારાઙ્ગ વિવિધ કૃષિ લક્ષી યોજનાઓ, બિયારણ તેમજ ઓજારો માટે મળતી સહાય તેમજ જૈવિક ખેતી માટેના તાલીમ કેન્દ્રો અને સહાય વગેરે બાબતની જાણકારી વેબિનાર દ્વારા સરકારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ હતી. સાથે સાથે મહિલાઓને ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવા અને અન્ય મહિલા લક્ષી સેવાઓથી માહિતગાર કરાયા હતા.

(11:54 am IST)