Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જામકંડોરણા તાલુકામાં એકજ દિવસમાં ત્રણ કેસ

જામકંડોરણા તા. ૭ :.. તાલુકામાં કોરોના પોઝીટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે કાલે ગુરૂવારે જામકંડોરણા તાલુકામાં નવા ત્રણ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા હતા (૧) જયશ્રીબેન ગોરધનભાઇ પાઘડાળ (ઉ.૪૭) ગામ જામકંડોરણા (ર) મમતાબેન રજનીકાંત ધામેલીયા (ઉ.૩પ) ગામ તરકાસર, (૩) રમાબેન રમેશભાઇ રાણપરીયા (ઉ.પર) ગામ રાયડીના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા આ પોઝીટીવ કેસ નોંધાતા જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવે તથા આરોગ્યની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે અત્યાર સુધીમાં જામકંડોરણા તાલુકામાં પોઝીટીવ કેસનો આંક ૪૮ પર પહોંચ્યો છે.

(11:55 am IST)