Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મોરબીના રંગપર નજીક બંધ સિરામિક ફેકટરીમાંથી ૮.૧૦ લાખના મશીનરીના પાર્ટસની ચોરીઃ સિરામિકના પાર્ટનરે ફરિયાદ નોંધાવી

મોરબી,તા.૭:  મોરબીના રંગપર નજીક છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં રહેલી સિરામિક ફેકટરીમાંથી મશીનરીના પાર્ટ્સની લાખોની મત્ત્।ા તસ્કરો ચોરી કરી ગયા હોય જે બનાવ મામલે ફેકટરીના પાર્ટનરે પોલીસ ફરિયાદ નોંધાવી છે

મોરબીની શ્રીમદ સોસાયટીના રહેવાસી અને સ્ટેનફોર્ડ સિરામિક ફેકટરીના પાર્ટનર મનોજભાઈ સવજીભાઈ અઘારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રંગપર ગામની સીમમાં સ્ટેનફોર્ડ સિરામિક નામનું વિટ્રીફાઈડ કારખાનું હોય અને હાલ સિરામિક ધંધામાં મંદી ચાલતી હોવાથી છેલ્લા સાતેક માસથી કારખાનું બંધ હતું અને ફેકટરીએ ભાગીદારો અવરજવર કરતા હોય અને કારખાનું વેચવાનું હોય જેથી અવરજવર ચાલુ રહેતી હતી દરમિયાન તા. ૧૫-૦૭ ના રોજ ભાગીદારોએ કારખાનામાં સફાઈ કરાવી હતી અને બાદમાં તા. ૩૦-૦૭ ના રોજ ફેકટરી પાર્ટીને બતાવવા ગયા હોય ત્યારે પ્લાન્ટની મશીનરી બતાવવા જતા ડીઝીટલ રૂમની અંદ રહેલ મશીનમાં ફીટ કરેલ હેડ નંગ ૯, ઇલેકિટ્રક સીરીઝના કાર્ડ નંગ ૧૫ ચોરી થયાનું જાણવા મળ્યું હતું કારખાનું મહિનાઓથી બંધ હોય અને સીસીટીવી પણ બંધ હાલતમાં હોવાનું જણાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે કારખાનામાંથી કંપનીના ડીજીટલ પ્લાન્ટના રૂમમાં આવેલ મશીનમાંથી મશીન હેડ નંગ ૯ કીમત રૂ ૩,૬૦,૦૦૦ અને ઇલેકિટ્રક કાર્ડ નંગ ૧૫ કીમત રૂ ૪,૫૦,૦૦૦ મળીને કુલ ૮,૧૦,૦૦૦ લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.(

(11:56 am IST)