Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કેશોદમાં સતત ચોથા દિવસે વરસાદઃ સવારે વધુ ત્રણ ઇંચ ખાબકયો

વિસાવદર, મેંદરડા, ભેંસાણ, માળીયામાં પણ મહેર

જૂનાગઢ તા. ૭ : કેશોદમાં આજે સતત ચોથા દિવસે પણ વરસાદ ચાલુ રહેતા જનજીવનને અસર થઇ છે. સવારે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ થતાં કેશોદ પાણી પાણી થઇ ગયું હતું.

સવારના ત્રણ ઇંચ વરસાદથી કેશોદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતાં લોકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

કેશોદની સાથે જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આજે પણ સવારથી વરસાદ છે.

જેમાં સવારે વિસાવદરમાં ૨૦ મીમી, મેંદરડામાં ૨૬ મીમી, ભેંસાણ ૮ મીમી, માળયા હાટીના ૯, માંગરોળ ૧૨ મીમી અને વંથલી તાલુકામાં ૧૬ મીમી વરસાદ નોંધાયો છે.

આજના વરસાદથી નદી - નાળામાં પૂર આવેલ છે.(

(12:59 pm IST)