Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ભેંસાણનાં ચણાકા અને ખંભાળિયામાં જુગાર રમતી ૧૯ મહિલા તેમજ ૮ શખ્સો ઝડપાયા

જુનાગઢ તા. ૭ : ભેંસાણના ચાણકા અને ખંભાળિયા ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતી ૧૯ મહિલા તેમજ  ૮ શખ્સોને ઝડપી લેતા જુગારી આલમમાં ચકચાર મચી ગઇ હતી.

 ભેંસાણ તાલુકાના ચણાકા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા પી.એસ.આઇ. આર.એ. જાડેજા તેમજ સ્ટાફના મનીષાબેન માથુકીયા રામભાઇ પરમાર, કાજલબેન ચાવડા અને કમલસિંંહ જનકાંત વગેરેએ દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે ડીમ્પલબેન રશ્મીન રાદડીયા, ચંદ્રિકા ગોપાલભાઇ ભુવા, શ્રધ્ધાબેન રમેશભાઇ રાદડીયા, કાજલ મુકેશભાઇ વધાસીયા, રૂચીતાબેન કેતન દુધાત્રા, જીજ્ઞાસા વિપુલભાઇ ભેંસાણીયા, ઇરફાનાબેન રજાક કચરા, દયાબેન રવજી રાદડીયા, હેતલ રવજીભાઇ રાદડીયા, દયાબેન ચેતનભાઇ પાનસુરીયા, અલ્પા ભરતભાઇ ઠુંમર, તેમજ જોશનાબેન ધીરૂભાઇ કાનગઢ, ઉપરાંત વૈશાલી ચંદુભાઇ ડોબરીયા, પાયલ નાનજીભાઇ બાંભરોલીયા, જોશના અલ્પેશભાઇ વાગડીયા, પાયલ ચંદુભાઇ ડોબરીયા, હર્ષિદા વજુભાઇ રામાણી, વર્ષા નાનજી બાંભરોલીયા અને દિપાલીબેન નંદાભાઇ ડોબરીયા સહિત ૧૬ મહિલાને રૂ.૩પ૮૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઇ પોલીસે કાર્યવાહીક રી હતી.

આ  ઉપરાંત ભેંસાણના પી.એસ.આઇ. જાડેજા તેમજ સ્ટાફના રમેશ ગલ વગેરેએ ખંભાળિયાના અશ્વિન વજુ ભુવાની વાડીએ દરોડો પાડીને જુગાર ધામનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે અહીંથી મહેશ સમજુભાઇ ભુવા, સંજય જીવા રામાણી, નરેન્દર લખુભાઇ કાઠી, વિજય સીંદાભાઇ ભરવાડ, રતિ પ્રવિણભચાઇ ઉમરેટીયા, યોગેશ છગનલાલ ચોવટીયા, ભાવેશ પ્રવીણ ઉમરેટીયા અને બાવનજી પાચાભાઇ રામાણીને રૂ.૪૬૩૧૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત મોબાઇલ ફોન અને બાઇક સહિત રૂ.૧.પ૧ લાખના મુદામાલ કબ્જે કર્યો વાડી માલિક અશ્વિનભાઇ નાસી જતા પોલીસે તપાસ હાથધરી છે.

(1:00 pm IST)