Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જૂનાગઢનો ઉંધી રકાબી આકારનો હસ્નાપુર ડેમ સવારે ઓવરફલો

મછુન્દ્રી, હિરણ-બે, બાંટવા ખારો, સાબલી ડેમ પણ ઓવરફલો

જૂનાગઢ તા. ૭ : જૂનાગઢનો ઉંધી રકાબી આકારનો હસ્નાપુર ડેમ આજે સવારે ઓવરફલો થતાં જૂનાગઢને બે વર્ષ ચાલે તેટલુ પાણી આવ્યું છે.

જૂનાગઢના ગિરનારમાં ગઇકાલથી મેઘાએ મંડાણ કર્યા છે અને આજે પણ મેઘમહેર ચાલુ રહેતા ગિરનાર જંગલ નજીક આવેલ હસ્નાપુર ડેમ આજે સવારે છલોછલ થઇ ગયો હતો.

જૂનાગઢને પીવાનું પાણી પુરૃં પાડતો આ ડેમ ઉંધી રકાબી આકારનો છે. આ જળાશય છલોછલ થઇ જતાં જૂનાગઢવાસીઓ માટે બે વર્ષના પાણીનો સંગ્રહ થયેલ છે.

હસ્નાપુર ઉપરાંત મછુન્દ્રી, હિરણ-બે, બાંટવા ખારો, સાબલી, ઓઝત શાપુર, ઓઝત વંથલી ડેમ પણ ઓવરફલો થયેલ છે.(

(1:01 pm IST)