Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સાટાખત બાદ જમીન બીજાને વેચી દઇ ૪૦ લાખની છેતરપીંડી

બે મહિલા સહિત ચાર સામે જુનાગઢ પોલીસમાં ફરિયાદ

જુનાગઢ તા.૭ : સાટાખત બાદ જમીન બાબતે વેચી દઇ બે મહિલા સહિત ચાર શખ્સોએ રૂ.૪૦ લાખની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ જુનાગઢ પોલીસમાં થઇ છે.

જુનાગઢ તાલુકાના કાથરોટા ગામના પ્રકાશ વૃજલાલભાઇ ચોવટીયા પાસેની તેમની મેંદરડાના અરણીવાળા ગામે આવેલ જમીન રૂ.૪૦ લાખમાં અરણીયાવાળા ગામનાં હરેશ ગોવિંદભાઇ, પરસોતમભાઇ ગોવિંદ તેમજ ભાવનાબેન ગોવિંદભાઇ અને કેશરબેન ગોવિંદભાઇએ વેચાણ  લીધેલ.

આ ચારેયને કબ્જા વગરનું સાટાખત કરી આપવામાં આવેલ. પરંતુ દસ્તાવેજ કરી આપવાની મુદત પુરી થાય  તે પહેલા આ શખ્સોએ જમીન બીજાને વેચી નાખી હતી.

આ મતલબની ફરીયાદ પ્રકાશ ચોવટીયાએ કરતા જુનાગઢ બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.(

(1:02 pm IST)