Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જામનગર જિલ્લાના ધુનડા - જાલીયા દેવાણીમાં ૪ા ઇંચ

ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર : સાર્વત્રિક વરસાદથી પાકને ફાયદો

જામનગર તા. ૭ : જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થતાં લોકોમાં હરખની હેલી છવાઇ છે. ૨૪ કલાક દરમિયાન ઝાપટાથી સવાર ચાર ઇંચ વરસાદ પડયો છે.

જેમાં ધ્રોલના જાલીયાદેવાણી અને જામજોધપુરના ધુનડામાં સવાર ચાર ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત જામનગરનાં વસઇ, લાખાબાવળ, ફલ્લા, જામવંથલીમાં દોઢ ઇંચ, ધુતારપુરમાં પોણા ચાર ઇંચ, અલીયાબાડામાં ૨ ઇંચ અને દરેડમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

જ્યારે જોડિયાના બાલંભામાં પોણો ઇંચ, પીઠડ અને હડીયાણામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત ધ્રોલના લૈયારામાં અડધો ઇંચ અને લતીપુરમાં ઝાપટા પડયા છે.

કાલાવડના ભ.ભેરાજામાં સવા ત્રણ ઇંચ, ખરેડીમાં પોણા ૨ ઇંચ, નવાગામમાં દોઢ ઇંચ, મોટા પાંચદેવડા, મોટા વડાળા, નિકાવામાં એક ઇંચ વરસાદ પડયો છે.

જ્યારે જામજોધપુર તાલુકાના જામવાડી અને પરડવામાં પોણા ત્રણ ઇંચ, ધ્રાફા અને શેઠવડાળામાં સવા બે ઇંચ, વાંસજાળીયામાં એક ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત લાલપુર તાલુકાના મોટા ખડબામાં સવા ત્રણ ઇંચ, ડબાસંગમાં ૨ ઇંચ, ભણગોરમાં પોણા બે ઇંચ, મોડપર - પડાણા અને પીપરતોળામાં પણ દોઢ ઇંચ વરસાદ પડયો છે.(

(1:05 pm IST)