Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પોરબંદરમાં કોરોનાના વધુ ર કેસઃ ૭પ વર્ષના વૃદ્ધા અને યુવતી બન્નેના પોઝીટીવ રિપોર્ટ

પોરબંદર તા.૭ : કોરાના પોઝીટીવના વધુ ર કેસ આવ્યા છે. જેમાં ૭૪ વર્ષના વૃદ્ધા તથા મોટી ખત્રીવાડમાં રર વર્ષની યુવતીના કોરાના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે.

જુના જલારામ મંદિર વિસ્તારમાં રહેતા ૭પ વર્ષના વૃદ્ધા તથા મોટી ખત્રીવાડમાં રર વર્ષની યુવતી બન્નેના કોરાના પોઝીટીવ રિપોર્ટ આવતા તેમને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે. રર વર્ષની યુવતીનો રાજકોટની હોસ્પિટલમાં કોરાના પોઝીટીવ રિપોર્ટ આવેલ અને તેઓ પોરબંદરના હોય પોરબંદર સિવિલમાં લાવવામાં આવેલ છે.

પોરબંદર સિવિલ હોસ્પિટલમાં હાલ કોરાના પોઝીટીવના ૧૭ દર્દીઓ સારવાર લઇ રહેલ છે.

(1:13 pm IST)