Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજસ્થાનમાંથી પ૦ લાખની ચોરી કરનારા ખુંખાર વોન્ટેડ ર શખ્સો કચ્છમાંથી ઝડપાયા

ભુજ, તા., ૭: પોલીસ મહાનીરીક્ષક સુભાષ ત્રિવેદી નાઓની સુચના મુજબ  પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ, મયુર પાટીલના માર્ગદર્શનથી આજ રોજ એસ.ઓ.જી. ટીમના પો.સબ ઇન્સ. વી.જી. લાંબરીયા નાઓને હકીકત મળી હતી કે રાજસ્થાન રાજયના જોધપુર જિલ્લાના મહામંદિર પો.સ્ટે.ગુ.ર.નં. ૩૦૯/૨૦૨૦ આઇ.પી.સી.કલમ ૪પ૭,૩૮૦ ગુ઼ન્હા કામે ફરીયાદી વેપારીના ઘરમાંથી રોકડા રૂપીયા તથા દાગીના કુલ ૫૦ લાખની ચોરીના બનાવને અંજામ આપી નાસી જનાર ઇસમો પુર્વ કચ્છ ગાંધીધામ વિસ્તારમાં પ્રવેશ કરનાર છે જે હકીકત આધારે એસઓજી ટીમ આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓની વોચમાં હતી. દરમ્યાન માખેલ ટોલ નાકા નજીક એક શંકાસ્પદ અલ્ટો કાર નં. જીજે ૧ એચ.જે.૪ર૦ર વાળી નાસવા જતા તેને જીવના જોખમે દિલધકડ ઓપરેશન કરી ઝડપી પાડી અલ્ટો કારમા઼થી બે ઇસમોને દબોચી લેવામાં આવેલ. આ આરોપીઓએ ર૬ જુલાઇના રાત્રી દરમ્યાન મહામંદિર, રાજીવનગર સી.સેકટર રાજસ્થાન  ખાતે એક ડ્રાયફુડના વેપારીના મકાનના તાળા તોડી ઘરમાંથી રૂપીયા ૨૦ લાખ રોકડા તથા ૬૦ તોલા સોનાના દાગીનાની ચોરી કરેલ હતી. આ પકડાયેલ આરોપીઓ ખુંખાર અને માથાભારે રાજસ્થાનના કુખ્યાત હિસ્ટ્રીશીટરો છે. તેઓ રાજસ્થાન રાજયના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં અસંખ્ય ચોરી અને લુંટના ગુન્હાઓને અંજામ આપી ચુકેલ છે અને ઘણા સમયથી આ સાતીર આરોપીઓ રાજસ્થાન પોલીસને હાથતાળી આપી ચોરી-લુંટની વારદાતોને અંજામ આપતા રહયા હતા. આ આરોપીઓ ઝડપી પાડતા રાજસ્થાન પોલીસને જાણ કરતા રાજસ્થાન પોલીસને જાણ કરતા રાજસ્થાન પોલીસે રાહતનો શ્વાસ લીધેલ હતો અને એક ટીમ આરોપીઓનો કબ્જો સંભાળવા ગુજરાત આવવા રવાના થયેલ હતી.

પકડાયેલ આરોપીઓ બાબુરામ ધોડકરામ માલી રહે. પાલ જિ.જોધપુર રાજસ્થાન તથા (ર) પ્રેમરાજ ભીયારામ માલી રહે. પીપાડ સીટી નવાપુરા સુષભાષ કોલોની જિ.જોધપુર રાજસ્થાન હાલ વિશનગર જિ. મહેસાણા સામે કાર્યવાહી કરી છે.

આ કામગીરીમાં પો.ઇન્સ. વી.પી.જાડેજા તથા પો.સ.ઇ. શ્રી વી.જી.લાંબરીયા તથા સ્ટાફના એેસઆઇ ભુપેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ. દેવાનંદ બારોટ, જગદીશસિંહ સરવૈયા, તખતસિંહ સીંધવ તથા પો.કોન્સ. રવીરાજસિંહ પરમાર, લાલજી તેરવાડીયા, પીરમામદ નારેજા વિગેરે એસ.ઓ.જી. ટીમ જોડાયેલ હતી.

(2:42 pm IST)