Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં ફાયર સેફટીનું એન.ઓ.સી. ન હોવાનું ખુલ્યું

જામનગર, તા. ૭ : ગુજરાતી મુખ્ય આર્યુવેદ યુનિવર્સિટી ગણાતી જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેજે ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટી તરીકે પણ રાજાશાહી વખતથી ખ્યાતનામ છે. આ આયુર્વેદ યુનિવર્સીટીમાં ફાયર સેફટી અંગેનું એન.ઓ.સી. જ નથી. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં કોવીડ-૧૯ કેર સેન્ટરમાં આગ લાગવાથી ૮ લોકોના મોત થયા બાદ જામનગરમાં તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે એસડીએમ અને ફાયર વિભાગ દ્વારા ઇન્સ્પેકશન હાથ ધરાયુ હતું. ત્યારે જામનગરની આયુર્વેદ યુનિવર્સીટીમાં જે કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું છે તે પી.જી. અને યુ.જી. વિભાગમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો પણ નથી અને ફાયરનું એન.ઓ.સી પણ નથી આ એક ગંભીર બાબત કહી શકાય (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(4:08 pm IST)