Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું કાલે ભાવનગર ખાતે આગમન : અધિકારીઓ સાથે બેઠક યોજશે

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તથા પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થ બેઠકમાં ઉપસ્થિત રહેશે

ભાવનગર :હાલમાં કોવિડનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ભાવનગરમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી અનિલ મુકીમ, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે.કૈલાસનાથન તથા પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થ જયંતિ રવિ પણ ભાવનગર ખાતે બેઠકમાં ઉપસ્થિત રહેશે.

(9:53 pm IST)