Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને ઔદ્યોગિક એકમોમાં આરોગ્ય ચકાસણી

રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટુકડીઓ ઘરે-ઘરે ફરી આરોગ્ય વિષયક સર્વે કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ,તા.૭ :  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મહામારી અટકાયત માટે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા દ્ઘારા આયોજન અને અમલીકરણ માટે સબંધિત તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર તથા હેલ્થ વિભાગના અધિકારી ઓને  સુચના આપવામાં આવી છે.

જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૧,૫૫,૯૭૬ લોકોનું સર્વે કરવા માટે ૧૨૯૯ ટીમ જેમાં દરેકમાં ૩ સભ્ય એમ કુલ ૩૮૫૭ કર્મચારીઓ જેમાં આશા/ આ.વ. અને આરોગ્યના કર્મચારી, શિક્ષણ, પંચાયત, ગ્રામ વિકાસ વિભાગના કર્મચારીઓનો સમાવેશ કરી દરેક વિસ્તારમાં એક ટીમ દ્વારા દરોજના ૫૦ થી ૬૦ ઘરનું સર્વે કરવામાં આવી રહ્યો છે.  ૩,૫૭,૮૨૪ લોકોનું સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે. આ લોકો પૈકી સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને ટીમ દ્વારા સ્થળ પર સારવાર આપવામાં આવેલ છે. ઉપરાંત જિલ્લાના ૫૭૧૬ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા ૮૬૬૨૮ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.

જિલ્લાના તમામ લોકોને તાવ, શરદી, ઉધરસ જેવા કોઈ પણ લક્ષણ જણાય તો તુરતજ આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા અથવા કોરોના હેલ્પ લાઈન નં. ૧૦૪ પર ફોન કરવા અપીલ કરવામા આવે છે.

(10:13 am IST)