Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ધોરાજીમાં ૪ દિ'માં ૯૮ પોઝીટીવ કેસ : કુલ કેસ ૫૮૬

મહામારીના દર્દીઓની સંખ્યામાં વધારો થતા લોકોમાં ભારે ચિંતા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૭: ધોરાજીમાં કોરોનાનો કાળો કેર વર્તાવી રહ્યો છે ચાર દિવસમાં ૯૮ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂકયા છે અને ૩૦ના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે આવી ગંભીર સ્થિતિમાં ધોરાજીમાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે.

ધોરાજીમાં કોરોના છઠ્ઠી સદી ફટકારી દીધી છે જેમાં તારીખ ૩ ને ગુરુવારના રોજ ૩૨ કરોના પોઝિટિવ નોંધાયા છે. તારીખ ૪ ને શુક્રવાર ૨૨ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. તારીખ ૫ ને શનિવાર ૧૮ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે અને  તારીખ ૬ ને રવિવારના રોજ ૨૬ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે ચાર દિવસમાં ૯૮ કેસ કોરોના પોઝિટિવ નોંધાઈ ચુકયા છે.

ધોરાજી હાલમાં કોરોનાની મહામારી માં સપડાઇ ગયું છે સરકારને ખબર હોવા છતાં પણ ગવર્મેન્ટ હોસ્પિટલ માં વિનામૂલ્યે સુવિધા પ્રાપ્ત થાય તે પ્રકારની કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવતું નથી તે પણ ઘણી દુઃખની બાબત છે આ બાબતે આરોગ્ય તંત્ર તેમજ સરકારી અધિકારીઓ પણ ધોરાજીની સેવા કરવામાં નિષ્ફળ ગયા હોય તેવું જાહેરમાં જોવા મળી રહ્યું છે.

સામાજિક સંસ્થાઓ આ પ્રકારે આવેદનપત્ર પાઠવી રહી છે છતાં પણ આરોગ્ય વિભાગની આંખ ઉદ્યડતી નથી તે ઘણી દુઃખની બાબત છે હાલમાં ધોરાજીમાં ૫૮૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુકયા છે છઠ્ઠી સદી તરફ ધોરાજી જઈ રહ્યું છે અને ૩૦ના  મોત થયા હોય તેવા આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે આવા કપરા સમયમાં પણ આરોગ્ય વિભાગ માત્ર કાગળ ઉપર જ વ્યસ્ત હોય કોઈપણ રીતે કોરોના સંખ્યામાં ઓછું થાય તે પ્રકારના પગલાં લેવાયા નથી માત્ર ને માત્ર બિલો બનાવવામાં વ્યસ્ત હોય અધિકારીઓ તે પ્રકારની ધોરાજીમાં ભારે ચર્ચા વ્યાપી ગઈ છે

ધોરાજીની પીડીત પ્રજા પૂછી રહી છે...કે.. શું ધોરાજી ને કોઈ સાંભળવાનું નહીં હોય રાજકીય રોટલા શેકવા માટે અવાર નવાર આંદોલન કરતા રાજકીય લોકો હાલમાં મોંન કેમ છે..? શા માટે ધોરાજીમાં વિનામૂલ્યે સુવિધા પ્રાપ્ત થાય તે પ્રકારનું કોવીડ સેન્ટર થતું નથી.....?

રાજકોટ જિલ્લા કલેકટર અને આરોગ્ય સચિવ જયંતિ રવિ તાકિદે યોગ્ય કરે તે જરૂરી છે.

સરકારી અધિકારીઓ માત્ર વિડીયો કોન્ફરન્સમાં મસ્ત છે ત્યારે ધોરાજી ની જનતા કોરોના સંક્રમણમાં પીડાઈ રહી છે હાલમાં ધોરાજી નો એક પણ વિસ્તાર બાકી નથી દરેક દ્યરની બાજુમાં એક કોરોના પોઝિટિવ હોય તે પ્રકારનો આભાસ થઇ રહ્યો છે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે અને શોપિંગ માં જતા પણ લોકો ડરી રહ્યા છે આવા કપરા સમયમાં અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને કાગળ ઉપર કામ કરી રહ્યા છે તે દ્યણી દુઃખની બાબત છે.

હાલ ધોરાજી ભગવાન ભરોસા ઉપર છે ધોરાજી ની તમામ સેવાકીય સંસ્થાઓની માગણી છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક વિનામૂલ્યે સુવિધા પ્રાપ્ત થાય તે પ્રકારનો કોવિડ સેન્ટર ની મંજૂરી આપવામાં આવે આ સંપૂર્ણ સત્ત્।ા જિલ્લા કલેકટર પાસે છે છતાં પણ શા માટે મોડું કરી રહ્યા છે તે પણ એક પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે....?

(11:29 am IST)