Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ખંભાળીયા જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના આઇસોલેશન દર્દીઓને રૂબરૂ મુલાકાત લીધી

ખંભાળીયા સીવીલ હોસ્પિટલના સુપ્રી. ડો. હરીશની ટીમને સાથે રાખીને જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના એ આઇસોલેશન દર્દીઓને રૂબરૂ મળી તેમને થતી પરેશાની તથા સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી, આઇસોલેશન વોર્ડ તથા આઇ. સી. યુ.માં પણ ગયા હતા તથા દર્દીઓને સારા થવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી તથા કોરોના સંદર્ભે લેવાની થતી કાળજીઓ અને સુચનાઓની  પણ જાણકારી આપી હતી.   વોર્ડમાં સતત બે કલાકની મુલાકાત અધિકારીના સુંદર અને માનવતાવાદી અભિગમ તથા જિલ્લાના દર્દીઓ પ્રત્યે લાગણીનું સુચક મનાય છે. ભાગ્યે જ કોઇ જિલ્લામાં કલેકટર કક્ષાનાં અધિકારીઓ આવી હિંમતથી દર્દીઓની મુલાકાત લે છે.

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા)ઉપલેટા,તા.૭: અહિં જૂના પોરબંદર રોડ ઉપર રહેતા યુવાન તહેવારોમાં જુગારમાં મોટી રકમ હારી જતા માતા,પિતા ઠપકો આપશે તેવી બીકથી ઘરેથી ભાગી થયેલ હતો

દિપકભાઈ દલતરાય પરમાર ઉ.વ. ૨૫ વારો ગત ૨૪ -૮ ના રોજ રાત્રેના મોટર સાયકલ લઈને વિડીયો સૂટીંગના ઉધરાણીના પેસા લેવાનું કહીને ગયેલ હતો બાદમાં મોટર સાયકલ ભાદરનદીના પુલ ઉપરથી અકસ્માત થયેલ હાલતમા મળી આવેલ હતુ આ મોટર સાયકલને પુલ સાથે ભટકાળીને પુલ ઉપર મુકીને તથા મોબાઈલ નદીમાં ફેકી લીધેલ હતો.

પોતાનો પુત્ર ગુમ થયાની ફરીયાદ ઉપલેટા પોલીસમાં દલપતરાય દેવીદાસ પરમારએ ફરીયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરેલ હતી દિપકભાઈ જુગારમાં મોટી રોકડ રકમ હારી જતા બાદમાં તેમનો વિડીયો સુટીગનો કેમેરા વેચીને તેમની પણ રકમ હારી જતા દિપક એસ.ટી.બસ દ્વારા અમદાવાદ ભાગી ગયેલ હતો ત્યા વડોદરાની સનમ હોટલમાં ૪ દિવસ રોકાયેલ હતો બાદમાં ઘરની યાદ આવતા વડોદરાથી અમદાવાદ થી રાજકોટ ખાનગી બસ દ્વારા પરત આવતો હતો તે દરમ્યાન ખારસીયા ગામ રહેતા ગીરીશભાઈ નામનો તેમના મિત્રને ફોન થી જાણકરતા મિત્રએ ઉપલેટા પોલીસમાં જાણ કરતા ઉપલેટા પોલીસ તા. ૫-૯ ના રાત્રે ડુમીયાણી ગામના ટોલનાકા પાસે ખાનગી બસને રોકીને દિપકની ધરપકડ કરેલ હતી વધુ તપાસ પો. જ. ભુપેન્દ્રભાઈ એ હાથ ધરેલ છે.

(11:45 am IST)