Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જામજોધપુર યાર્ડમાં નવા કપાસની આવક

જામજોધપુરઃ માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસની આવક થવા પામી હતી. જેમાં મોટી પાનેલી ગામના ખેડુત ભરતભાઇ મગનભાઇ ભાલોડીયાનો નવો કપાસ વેચવા આવેલ હતો. જેમનો ૧ મણનો ભાવ રૂ. ૩૦૦૧ જેવો ઉપજયો હતો. માર્કેટીંગ યાર્ડ જામજોધપુરના પ્રમુખ દેવાભાઇ પરમાર દ્વારા માર્કેટીંગ યાર્ડમાં જણસી વેચવા આવનાર ખેડુતોને કોઇ મુશ્કેલી ન પડે એ માટે કર્મચારીઓને જરૂરી સુચના આપી સુચારૂ વ્યવસ્થા ઉભી કરેલ છે.

(11:37 am IST)