Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

દ્વારકામાં એમ્બ્યુલન્સ ચાલકે કરેલ ઉઘારાણા બાબતે ભાજપ શહેર પ્રમુખ મેદાને

આખરે અસરગ્રસ્તોને નાણા પરત આપવાની શરૂઆત

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૭ :  દ્વારકાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પાસેથી ખંભાળીયા અને જામનગર સારવાર માટે લઇ જવાના ગેરકાયદેસર રીતે નાણા ઉઘાવનારા એમ્યુલન્સ ચાલકના ભ્રષ્ટાચાર બાબતે ભાજપ શહેર પ્રમુખ અને અન્યોએ  રજુઆત નાયબ કલેકટર અને તાલુકા હેલ્થ અધિકારીને રજુઆત કરતા આખરે એમ્યુલન્સ ચાલક દ્વારા નાણા પરત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દ્વારકા ભાજપ શહેર પ્રમુખ વિજય બુઝડ અને શહેરના સામાજીક આગેવાનો એ કોરોનાના દર્દીઓ પાસેથી ગેરકાયદેસર રીતે ભાડાની રકમ પડાવેલ હોવાની બહાર આવેલી વિગતો બાદ આ પ્રકારના અનેક કિસ્સાઓ બહાર આવતા અન્ય ભોગ બનનારે પણ તેમની પાસે થી નાણા લીધા હોવાનું જાહેર થયું છે.

જેથી નાયબ કલેકટર ભેટારીયા અને હેલ્થ ઓફીસર ને રજુઆત બાદ હવે ઘી ના ઠામમાં ઘી નાખી દેવા નાણા પરત ચુકવવામાં આવી રહ્યા છે.

(11:39 am IST)